For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ કહ્યુ, ક્યારેય ખતમ નહિ થઈ શકે કોરોના વાયરસ, લૉકડાઉન જ એકમાત્ર ઉપાય

જે લોકો એમ વિચારી રહ્યા છે કે આવતા એક કે બે વર્ષની અંદર કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ જશે, તો તેમના માટે વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી એક ખરાબ સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

જે લોકો એમ વિચારી રહ્યા છે કે આવતા એક કે બે વર્ષની અંદર કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ જશે, તો તેમના માટે વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) તરફથી એક ખરાબ સમાચાર છે. ડબ્લ્યુએચઓનુ કહેવુ છે કે કોરોના વાયસને ખતમ કરવો અશક્યછે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2019માં ચીનના શહેર વુહાનથી નીકળીને આ વાયરસે અત્યાર સુધી દુનિયાભરમાં 562,769 લોકોના જીવ લઈ લીધા છે અને 12,625,156 લોકો આનાથી સંક્રમિત છે.

coronavirus

આવવાની છે સેકન્ડ પીક

ડબ્લ્યુએચઓના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉક્ટર માઈક રેયાને જિનિવામાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કોવિડ-19 પર મહત્વની વાતો કહી. તેમણે કહ્યુ, 'વર્તમાન સ્થિતિમાં એવુ નથી લાગતુ કે આ વાયરસ ક્યારેય ખતમ થઈ શકશે. આપણે આ વાયરસને ખતમ કરી શકીશુ, એવુ મુશ્કેલ છે.' તેમણે કહ્યુ કે ઈન્ફેક્શનના ક્લસ્ટર્સને ઘટાડીને આ વાયરસના ખરાબ પ્રભાવથી દુનિયાને બચાવી શકાય છે. ડૉક્ટર રેયાનના જણાવ્યા મુજબ વાયરસની સેકન્ડ પીક આવવાની છે અને લૉકડાઉન અપનાવીને વાયરસના દુષ્પ્રભાવથી બચી શકાય છે.

વિકાસ દુબેના એન્કાઉન્ટર સમયે શું શું થયુ, નજરે જોનારાએ કહાની જણાવીવિકાસ દુબેના એન્કાઉન્ટર સમયે શું શું થયુ, નજરે જોનારાએ કહાની જણાવી

English summary
WHO says Eradication of Coronavirus is impossible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X