• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

WHOનો મરણિયો પ્રયાસ, કહ્યું- મહામારી ખતમ નથી થઇ, ચીનમાં ટીમ મોલશું

|

કોરોના વાયરસને પગલે દુનિયાભરના દેશો પરેશાન થઇ ચૂક્યા છે, અર્થતંત્ર ખાડે બેસી ગયાં છે તેવામાં ડબલ્યૂએચઓએ ફરી એકવાર ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓએ ચેતવણી આપતા કહ્યું કે કોરોના વાયરસ મહામારી હજી ખતમ નથી થઇ. કોરોના વાયરસ ફેલાયાના 9 મહિના બાદ હવે જાગ્યું હોવાનો ઢોંગ કરતા WHOએ ચીનમાં ટીમ મોકલવાનું એલાન કરતા કહ્યું કે એક ટીમ ચીન જઇ કોરોના વાયરસ કેમાંથી ફેલાણો તે અંગે તપાસ હાથ ધરશે. કોરોનાને પગલે અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ થઇ છે. ચીનના વુહાનમાંથી વાયરસ ફેલાયાના 6 મહિનામાં જ વિશ્વભરના 5 લાખ સંક્રમિતોના મોત થઇ ચૂક્યાં છે અને 10 મિલિયન લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

WHOના મરણિયા પ્રયાસ

WHOના મરણિયા પ્રયાસ

જણાવી દઇએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર કેટલાય પ્રકારના આરોપો લાગી રહ્યા હતા, ચીનમાંથી વાયરસ ફેલાયા બાદ કંઇપણ પ્રકારની કાર્યવાહી ના થતાં અમેરિકા સહિતના દેશોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તો ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટરને રાજીનામું આપી દેવાની પણ ચેતવણી આપી દીધી હીત અને ધણકીના સૂરમાં કહ્યું હતું કે જો ચીન પર કાર્યવાહી નહિ થાય તો અમેરિકા ડબલ્યૂએચઓને મળતું ફંડ રોકી દેશે. આખરે 9 મહિના બાદ હવે WHOએ મરણિયા પ્રયાસ હાથ ધર્યા છે અને ચીનમાં એક ટીમ મોકલી કોરોના સંક્રમણનો સોર્સ શોધવાનું નક્કી કર્યું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું 9 મહિના બાદ આ શક્ય છે?

આખું વિશ્વ પરેશાન

આખું વિશ્વ પરેશાન

કોરોના વાયરસના વિશ્વભરમાં 1 કરોડ 4 લાખ 9 હજાર 239થી વધુ સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 5 લાખ 8 હજાર 84 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકામાં સૌથી વધુ 26 લાખ 81 હજારથી વધુ સંક્રમિત અને 1 લાખ 28 હજાર સંક્રમિતોના મોત થયાં છે. જ્યારે બ્રાઝીલમાં 13 લાખ 70 હજારથી વધુ લોકો સંક્રમિત અને 58385 લોકોના મોત થયાં છે.

ભારતમા કોરોના વાયરસનો કહેર

ભારતમા કોરોના વાયરસનો કહેર

ભારતમાં 5-5 લૉકડાઉન બાદ પણ કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. દેશમાં અત્યાર સુધીમાં સાડા પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 16, 475થી વધુ સંકરમિતો મૃત્યુ પામી ચૂક્યા છે. ભારતમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ગુજરાતની હાલત સૌથી ખરાબ છે જ્યાં ક્રમશઃ 164626, 83077, 82275, 31320 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.

બિહારઃ લગ્નના બીજા જ દિવસે વરરાજાનું મોત, કંદોઇથી લઇ બકાલી સુધી 111 લોકો સંક્રમિત

English summary
Coronavirus: Worst is Yet to Come, Says WHO as it Warns Pandemic Not Even Close to Being Over
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more