For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેવટે કેમ કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝના વિરોધમાં છે WHO, ત્રીજા ડોઝની કરી ટીકા?

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ કોરોના વાયરસ(કોવિડ-19)નો સામનો કરવા માટેની વેક્સીનના બૂસ્ટર ડોઝને વ્યાપક રીતે આપવાની ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ કોરોના વાયરસ(કોવિડ-19)નો સામનો કરવા માટેની વેક્સીનના બૂસ્ટર ડોઝને વ્યાપક રીતે આપવાની ટીકા કરી છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે કોઈ પણ વેરિઅંટને જોઈને આ પ્રકારની નીતિ અપનાવતા પહેલા વિચારવુ જોઈએ કે હજુ પણ ઘણા એવા દેશ છે જ્યાં વેક્સીનેશનનુ કામ રસીના અભાવના કારણે નથી થઈ રહ્યુ. બૂસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝના ઉપયોગથી વેક્સીન અસમાનતા અને મહામારી બંને વધવા લાગશે. ગરીબ રાષ્ટ્રના લોકો માટે વેક્સીન મળવી મુશ્કેલ થઈ જશે.

બૂસ્ટર ડોઝ પર શું બોલ્યા WHOના મહાનિર્દેશક

બૂસ્ટર ડોઝ પર શું બોલ્યા WHOના મહાનિર્દેશક

બૂસ્ટર ડોઝના સતત વધી રહેલા ઉપયોગ પર બોલતા ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ એડહેનૉમે ઘેબરેસસે બુધવારે(22 ડિસેમ્બર)ના રોજ કહ્યુ કે કોઈ પણ દેશ બૂસ્ટર ડોઝ દ્વારા વૈશ્વિક મહામારીમાંથી બહાર ન આવી શકે. તેમણે કહ્યુ કે ત્રીજા ડોઝ માટે ફરીથી એ જ દેશ વેક્સીન ખરીદશે જ્યાં પહેલેથી ઉચ્ચ સ્તરનુ રસીકરણ કવરેજ છે કે જે ગરીબ દેશો માટે સારુ નથી. ડબ્લ્યુએચઓના પ્રમુખે કહ્યુ કે બૂસ્ટર ડોઝ કોરોના વાયરસને 'ફેલાતો અને ઉત્પરિવર્તિત કરવાનો વધુ મોકો' આપશે, આ રીતે સંભવિત રીતે મહામારીનો વિસ્તાર થશે.

બૂસ્ટર ડોઝ પૉલિસીનો વિચાર સારો કેમ નથી?

બૂસ્ટર ડોઝ પૉલિસીનો વિચાર સારો કેમ નથી?

ડબ્લ્યુએચઓએ વેક્સીનેશન પર રણનીતિક સલાહકાર સમૂહ(એસજીઈ) અને તેના કોવિડ-19 ટાસ્ક ફોર્સની સલાહથી એ રિપોર્ટ કાઢ્યો છે કે હૉસ્પિટલમાં ભરતી થવા અને કોરોના વાયરસ બિમારીથી થતા મોતનો મોટાભાગનો હિસ્સો વર્તમાનમાં અશિક્ષિત લોકોમાં છે નહિ કે એ લોકોમાં જે પહેલેથી વેક્સીન લઈ ચૂક્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ કે વેક્સીનના બંને ડોઝ લેવા વધુ જરૂરી છે નહિ કે બૂસ્ટર ડોઝ. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ડબ્લ્યુએચઓના મહાનિર્દેશકે કહ્યુ, 'કોઈ પણ દેશ મહામારીથી બૂસ્ટર ડોઝના ઉપયોગ દ્વારા બહાર નહિ નીકળી શકે.'

અંધાધૂંધ બૂસ્ટર ડોઝ આપવાના કારણે મહામારી વધુ લાંબી ચાલશે

અંધાધૂંધ બૂસ્ટર ડોઝ આપવાના કારણે મહામારી વધુ લાંબી ચાલશે

તમને જણાવી દઈએ કે બધી વેક્સીનના ડોઝને લગભગ 20 ટકા બૂસ્ટર કે ત્રીજા ડોઝ તરીકે આપવામાં આવી રહી છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે આ રીતે અંધાધૂંધ બૂસ્ટર ડોઝ આપવાના કારણે મહામારી વધુ લાંબી ચાલશે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે અમારુ ફોકસ વહેલી તકે દુનિયાભરના બધા દેશોમાં વેક્સીનેશન અભિયાનમાં તેજી લાવવા પર જવુ જોઈએ.

English summary
WHO says use of booster dose will only widen vaccine inequality
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X