અમેરિકી ડોલર પર કોનો ફોટો છપાયેલો છે? જાણો ક્યારથી આ ફોટો છપાય છે?
દુનિયામાં વિવિધ દેશોની કરન્સી પર એ દેશની જાણીતી વસ્તુઓના ફોટો હોય છે. ઘણા દેશો તેમના મહાન લોકોના ફોટો પણ કરન્સી પર છાપે છે. અમેરિકાની નોટ પર પણ આવો જ એક ફોટો જોવા મળે છે.
તમારા ધ્યાનમાં આવ્યુ હશે કે અમેરિકાની કરન્સી ડોલર પર એક વ્યક્તિનો ફોટો હોય છે. મોટાભાગના લોકો આ વ્યક્તિને વિશે વધારે નથી જાણતા.

ભારતીય ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો છપાયેલો છે, તેવી જ રીતે પાકિસ્તાનની નોટો પર મોહમ્મદ અલી ઝીણા છપાયેલો છે. તેવી જ રીતે, અમેરિકન ડોલર પર આ ફોટો જોવા મળે છે.
અમેરિકન ડૉલર પર જે વ્યક્તિનો ફોટો છે તે જ્યોર્જ વૉશિંગ્ટન છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં દરેક રકમ નોટો પર અલગ-અલગ લોકોની તસવીરો છપાય છે.
અમેરિકામાં એક ડોલરની નોટ પર જ્યોર્જ વોશિંગ્ટન, બે રૂપિયાની નોટ પર અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ થોમસ જેફરસન અને 5 ડોલરની નોટ પર અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની તસવીર છે.
આ સિવાય 10 ડોલરની નોટ પર યુએસ ટ્રેઝરીના ફર્સ્ટ સેક્રેટરી એલેક્ઝાન્ડર હેમિલ્ટનનો ફોટો છે. 20 ડોલરની નોટ પર અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનની તસવીર છે.
50 ડોલરની નોટ પર 18માં યુએસ પ્રમુખ યુલિસિસ એસ. ગ્રાન્ટનો ફોટો છે અને 100 ડોલરની નોટમાં અમેરિકાના સ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રેન્કલિનનો ફોટો છે.
ભારતમાં તમામ નોટો પર ગાંધીજીનો ફોટો છે, પરંતુ અમેરિકામાં દરેક ચલણી નોટ પર અલગ-અલગ ફોટોની વ્યવસ્થા છે.












Click it and Unblock the Notifications
