For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગથી ડર્યા ઈમરાન, આર્ટિકલ 5 પર ભારે પડી શકે છે 6, જઈ શકે છે જેલ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હવે ખુદને સત્તામાં જાળવી રાખવા માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર થઈ ગયા છે. જાણો તેમણે રમેલા દાવમાં શું થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જે રીતે છેલ્લા અમુક દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે તેના પર દુનિયાભરના દેશોની નજર છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હવે ખુદને સત્તામાં જાળવી રાખવા માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર થઈ ગયા છે. વાસ્તવમાં, ઈમરાન ખાનની સરકાર પર લઘુમતનુ જોખમ મંડરાઈ રહ્યુ હતુ. વિપક્ષે સંસદમાં તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદ આના પર 3 એપ્રિલે વોટિંગ થવાનુ હતુ. આખા પાકિસ્તાનની નજર આ વોટિંગ પર હતી પરંતુ વોટિંગ પહેલા ઈમરાન ખાને પોતાનો છેલ્લો રાજકીય દાવ ચાલ્યો અને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને જ ફગાવવા માટે રાષ્ટ્રપતિ પાસે ભલામણ કરી દીધી.

શું કહે છે આર્ટિકલ 5

શું કહે છે આર્ટિકલ 5

ઈમરાન ખાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને સૂચન આપ્યુ કે વિપક્ષ તરફથી લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન કરાવવુ જોઈએ કારણકે વિપક્ષ દેશ પ્રત્યે ઈમાનદાર નથી. આર્ટિકલ 5 એ કહે છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનમાં વોટિંગ ન થઈ શકે, જો વિપક્ષ દેશ પ્રત્યે ઈમાનદાર ન હોય તો. નોંધનીય વાત છે કે ઈમરાન ખાન સતત વિપક્ષ પર વિદેશી તાકાતોના પ્રભાવમાં કામ કરવાનો આરોપ લગાવતા આવ્યા છે. તેમણે દાવો કર્યો કે અમેરિકા તરફથી પાકિસ્તાનના આ નેતાઓને પત્ર લખીને પાકની સરકાને પાડવા માટે વિદેશી તાકાતોના પ્રભાવમાં આવીને આ લોકો પાકિસ્તાનમાં જનતા દ્વારા ચૂંટવામાં આવેલી સરકારને પાડવા માંગે છે. એવામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ના કરાવવા આવે અને દેશમાં ફરીથી એક વાર સામાન્ય ચૂંટણી કરાવવામાં આવે.

રાષ્ટ્રપતિએ સંસદને કર્યુ ભંગ

રાષ્ટ્રપતિએ સંસદને કર્યુ ભંગ

સંસદની અંદર સ્પીકરે ખુદ એ વાતનો નિર્ણય લીધો કે તે આર્ટિકલ 5નો ઉપયોગ કરીને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને ફગાવે છે. જેના તરત જ બાદ ઈમરાન ખાને રાષ્ટ્રપતિને કહ્યુ કે આર્ટિકલ 58 અને 48 હેઠળ સંસદને ભંગ કરી દેવામાં આવે અને ફરીથી સામાન્ય ચૂંટણી કરાવવામાં આવશે. ત્યારબાદ પાકિસ્તાનમાં નવી સરકારની રચના થશે. ઈમરાન ખાનના આ સૂચનનો રાષ્ટ્રપતિએ પણ સ્વીકાર કર્યો અને સંસદને ભંગ કરવાના સૂચનને સ્વીકૃતિ આપી દીધી. એવામાં પાકિસ્તાનની સંસદના ભંગ થવાથી ઈમરાન ખાનના પ્રધાનમંત્રીની ખુરશી પણ આપોઆપ જતી રહી. માટે એમ કહેવુ કે પ્રધાનમંત્રીની ખુરશીનુ જવુ ઈમરાન ખાન માટે ઝટકો છે, ખોટુ ગણાશે ઉલટુ ખુદ ઈમરાન ખાન આમ જ ઈચ્છતા હતા.

કેર ટેકર પીએમની નિયુક્તિ

કેર ટેકર પીએમની નિયુક્તિ

જો પાકિસ્તાનમાં ફરીથી ચૂંટણી થાય તો પાકિસ્તાનમાં ફરીથી નવા કેર ટેકર પ્રધાનમંત્રી બનશે. રાષ્ટ્રપતિએ આનુ એલાન પણ કરી દીધુ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે જ્યાં સુધી કેર ટેકર પ્રધાનમંત્રીની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઈમરાન ખાન પ્રધાનમંત્રી રહેશે. કેર ટેકર પ્રધાનમંત્રીને નિયુક્ત કરાયા બાદ આગલા ત્રણ મહિનાની અંદર સામાન્ય ચૂંટણી થશે. જો કે, આગામી સામાન્ય ચૂંટણી પર અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ જ થશે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

જો કે, પ્રધાનમંત્રીના સૂચનથી રાષ્ટ્રપતિએ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને આર્ટિકલ 5 હેઠળ ફગાવી દીધો પરંતુ આ નિર્ણયને વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટ જ આ વાત નક્કી કરશે કે શું આર્ટિકલ 5નો ઉપયોગ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવ્યો છે. અધિકૃત રીતે ઈમરાન ખાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદેથી હટાવવામાં આવ્યા. પાકિસ્તાનના કેબિનેટ ડિવિઝને ઈમરાન ખાન નોટિફિકેશન જાહેર કરીને તેમને પીએમ પદથી હટાવી દીધા છે.

ઈમરાને કેમ લીધો આ નિર્ણય

ઈમરાને કેમ લીધો આ નિર્ણય

જો સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં એમ કહે કે આર્ટિકલ 5 હેઠળ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન કરાવવુ ખોટુ છે અને વિપક્ષ એક થઈ જાય તો ઈમરાન ખાનને મોટો ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં, ઈમરાન ખાન નહોતા ઈચ્છતા કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ બાદ જો તેમની સરકાર પડી જાય તો જે નવા પ્રધાનમંત્રી બને તે તેમની સામે કાર્યવાહી કરશે અને તેમને જેલ પણ મોકલી શકે છે. આ જ કારણ છે કે તેમણે સંસદનો ભંગ કરવાનુ સૂચન આપ્યુ. પરંતુ જો કોર્ટનો ચુકાદો અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને રદ કરવા વિરુદ્ધ આવે તો ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે અને તેમને જેલ જવુ પડી શકે છે.

આર્ટિકલ 6 પડી શકે છે ભારે

આર્ટિકલ 6 પડી શકે છે ભારે

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે ખુલીને કહ્યુ છે કે ઈમરાન ખાને આર્ટિકલ 5નો ઉપોયોગ કર્યો છે તો અમે આર્ટિકલ 6નો ઉપયોગ કરીશુ. આર્ટિકલ 6 અનુસાર જો કોઈ પણ વ્યક્તિ બંધારણ વિરુદ્ધ જાય અને ગેરબંધારણીય રીતે સરકાર ચલાવવાની કોશિશ કરે તો તેને દેશદ્રોહ માનવામાં આવશે. એવામાં જો આર્ટિકલ 5ને સુપ્રીમ કોર્ટ સ્વીકાર કરે તો ઈમરાન ખાન બચી શકે છે અને પાકિસ્તાનમાં ફરીથી ચૂંટણી થશે. પરંતુ આર્ટિકલ 6ના પક્ષમાં કોર્ટ ચુકાદો આપે તો ઈમરાન ખાન સીધા જેલમાં જઈ શકે છે.

English summary
Why Imran Khan scared of voting on no confidence motion article 6 might sent him jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X