For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા ખરાબ શક્તિઓ માટે વગાડાતી હતી ભૂતાનમાં તાળી, મોદીએ પરંપરા બદલી

|
Google Oneindia Gujarati News

થિંપૂ, 17 જૂન : ભૂતાનને લઇને ભારતે અતિ ઉત્સાહ દાખવ્યો છે અને ભૂતાન સાથે બીટુબી એટલે કે ભુતાન માટે ભારત અને ભારત માટે ભૂતાનનું સૂત્ર આપી દીધું છે. બીજી તરફ ભૂતાને પણ આ સૂત્રનું સન્માન કરીને પોતાની વર્ષો જુની પરંપરાને તોડી દીધી છે.

ભૂતાનની સંસદના સંયુક્ત અધિવેશનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં ભાષણ આપ્યા બાદ બધાએ કરતલ ધ્વનિથી તેમનું અભિવાદન કર્યું હતું. ભૂતાનની પરંપરા રહી છે કે નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે તાળી વગાડવામાં આવે છે. જો કે નરેન્દ્ર મોદીના ભાષણ બાદ ખુશ થઇ ગયેલા ભૂતાનના સંસદસભ્યોએ આ પરંપરાને તોડી હતી.

modi-addresses-joint-session-of-bhutan-parliament-01

મોદીના ભાષણ બાદ સંસદમાં નેશનલ એસેમ્બ્લી તથા નેશનલ કાઉન્સિલના સભ્યોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ એસેમ્બબી (નીચલુ ગૃહ)માં સંયુક્ત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ કાઉન્સિલ (ઉપલુ ગૃહ)ના સભ્યોએ પણ ભાગ લીધો હતો.

આમ તો નરેન્દ્ર મોદી પાસે તૈયાર ભાષણ હતું. પરંતુ તેમણે હિન્દીમાં પોતાની સ્ટાઇલથી 45 મીનિટ સુધી ભાષણ કર્યું હતું અને ભૂતાનના સાંસદો તલ્લીનતાથી તેને સાંભળી રહ્યા હતા. ભારત-ભૂટાનના સંબંધ પર આધારિત નરેન્દ્ર મોદીના ભાષણનો અનુવાદ કરવા માટે દુભાષિયા પણ ત્યાં ઉપસ્થિત હતા. નરેન્દ્ર મોદીએ હિમાલયને સંયુક્ત વારસો ગણાવીને આ ક્ષેત્રમાં વિકાસ માટે ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે ભારત હિમાલય પર અધ્યયન માટે એક યોજના બનાવી રહ્યું છે.

નરેન્દ્ર મોદીના ભાષણ સમયે નેશનલ એસેમ્બ્લીના 47 અને નેશનલ કાઉન્સિલના 25 સભ્યો નીલો પોષાક પહેરીને આવ્યા હતા. તેમની પહેલને બંને દેશોમાંથી સારો આવકાર મળ્યો છે.

English summary
Indian PM Narendra Modi change Bhutanese tradition of clap for good reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X