સ્વીડનમાં મોદી: પીએમ જાતે મોદીનું સ્વાગત કરશે

Posted By:
Subscribe to Oneindia News

ભારતના પ્રધાનમંત્રી આજે યુરોપ અને આખી દુનિયાના શાંત દેશ સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પહોંચશે. 16 થી 20 એપ્રિલ સુધી પીએમ મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પર હશે અને સ્વીડન તેમનો પહેલો પડાવ છે. પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ જ અગત્યનો છે. આ યાત્રા દરમિયાન ભારત અને સ્વીડન સંબંધોમાં નવો વળાંક આવી શકે છે. તેની સાથે જ તેમની આ યાત્રા ભારત માટે ખુબ જ અગત્યની છે. સ્વીડન અને લતાવિયા માં ભારતના રાજદૂર મોનીકા કપિલા મોહતા ઘ્વારા પીએમ મોદીની યાત્રા વિશે ઘણી અગત્યની જાણકારીઓ આપવામાં આવી છે.

narendra modi

30 વર્ષોમાં પહેલો મૌકો
ન્યુઝ એજેન્સી મોનીકા કપિલા મોહતા ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે 30 વર્ષો પછી કોઈ ભારતીય પીએમ સ્વીડનની યાત્રા પર ગયા છે. આ વાત તેમની યાત્રાને એતિહાસિક બનાવે છે. એટલું જ નહીં પરંતુ સ્વીડનના પ્રધાનમંત્રી જાતે પીએમ મોદીને એરપોર્ટ રિસીવ કરવા માટે જશે. આ વાત ખુબ જ અગત્યની છે કારણકે પહેલીવાર તેઓ કોઈ વિદેશી પીએમને રિસીવ કરવા માટે એરપોર્ટ જાય છે. મોહતા અનુસાર એક ભારતીય તરીકે ગર્વની વાત છે કે પીએમ મોદીનું સ્વાગત જાતે સ્વીડનના પીએમ કરશે. મોહતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદીની સ્વીડન યાત્રા ખુબ જ વ્યસ્ત રહેશે. તેઓ ટેક્નોલોજી એન ઇન્નોવેશન જેવા મુદ્દા પર ચર્ચા કરશે.

સ્વીડન પછી બ્રિટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન પછી મંગળવારે ચાર દિવસની યાત્રા પર લંડન જશે. બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાણી એલિઝાબેથ સાથે મુલાકાત કરશે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી કોમનવેલ્થ દેશોમાં એકલા એવા વ્યક્તિ છે જેમને ગુરુવારે ઔપચારિક કાર્યક્રમ પહેલા મહારાણી એલિઝાબેથ સાથે મુલાકાત કરવાનું નિમંત્રણ મળ્યું છે. પીએમ મોદી સિવાય ખાલી ત્રણ જ એવા વર્લ્ડ લીડર છે જેઓ સીએચઓજીએમ હેઠળ મહારાણી સાથે મળશે. પ્રિન્સ ચાલ્સ તરફથી પીએમ મોદીના સ્વાગત માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
Prime Minister Narendra Modi to visit Sweden and he is first Indian PM who is visiting Sweden after gap of 30 years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.