For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, પતિ ક્યારેય ગુસ્સે ન થયો અને ઘરનું બધું કામ કરી દેતો એટલે યુવતીએ ડિવોર્સ માંગ્યા!

લો બોલો, પતિ ક્યારેય ગુસ્સે ન થયો અને ઘરનું બધું કામ કરી દેતો એટલે યુવતીએ ડિવોર્સ માંગ્યા!

|
Google Oneindia Gujarati News

સારા સ્વભાવનો અને હંમેશા મદદ કરતો રહે તેવો પતિ મેળવવા માટે ભારતીય છોકરીઓ જાતજાતના વ્રતો રાખતી હોય છે, પરંતુ UAEમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ હસવું આવી જશે. એક યુવતીએ પોતાના પતિથી ડિવોર્સ માંગી લીધા કેમ કે તે બહુ પ્રેમાણ અને યુવતીને હંમેશા મદદ કરવા તત્પર રહે છે અને હંમેશા ગિફ્ટનો તેના પર વરસાદ કરી દે છે.

પત્નીએ છૂટાછેડા માંગ્યા, કારણ જાણીને ચોંકી જશો

પત્નીએ છૂટાછેડા માંગ્યા, કારણ જાણીને ચોંકી જશો

ડિવોર્સની અરજી ફાઈલ કર્યા બાદ શરિયા કોર્ટમાં મહિલાએ કહ્યું કે ફુજૈરહની શરિયા કોર્ટમાં મહિલાએ કહ્યું કે તેનો પતિ ક્યારેય તેના પર ગુસ્સે નથી થયો અને હંમેશા પ્રેમાળ રહે છે. પણ તેના પ્રત્યે સ્નેહ વધવાને બદલે મહિલાએ કહ્યું કે અત્યાચાર મુક્ત વ્યવહારથી તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. તેણીએ આ મામલે વારંવાર અલગ થવા માટે ફરિયાદ કરી હતી કે તેનો પ્રેમ અને કરુણા વધુ પડતાં છે.

પતિ બહુ પ્રેમાળ એટલે માંગ્યા છૂટાછેડા

પતિ બહુ પ્રેમાળ એટલે માંગ્યા છૂટાછેડા

મહિલાએ કોર્ટમાં કહ્યું કે 'મારા પતિના વધુ પડતા સ્નહ અને પ્રેમને કારણે હું આઘાતમાં છું. તેને ઘર સાફ કરવામાં મદદ માટે કહ્યું ન હોય છતાં તે મને ઘર પણ સાફ કરવા લાગે છે અને ઘરનાં બધાં જ કામ કરી આપે છે.' રિપોર્ટ્સ મુજબ મહિલાએ જણાવ્યું કે એક વર્ષના તેમના લગ્ન જીવન દરમિયાન તેનો પતિ ક્યારેય તેણી પર ગુસ્સે નથી થયો કે ક્યારેય તે બંને વચ્ચે જીભાજોડી નથી થઈ. ઉલટાનું જ્યારે યુવતીએ તેના પતિના વજનની ફરિયાદ કરી ત્યારે તેના પતિએ આ વાતને એટલી સીરિયસ લઈ લીધી હતી કે તેણે સ્ટ્રીક્ટ ડાયેટ અને એક્સરસાઈઝ શરૂ કરી દીધી હતી અને આ સિલસિલામાં તેનો પગ પણ ભાંગી ગયો હતો.

વિવાદ થાય તેવા દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું

વિવાદ થાય તેવા દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું

તેના પતિએ આટલું આટલું કર્યું હોવા છતાં ગુસ્સેલ પત્ની તેનાથી ખુશ નહોતી થઈ અને તેણે પોતાના પતિએ ઘણી ગિફ્ટ આપી હોવાની કરુણા વરસાવતો હોવાની ફરિયાદ કરી હતી. આગળ મહિલાએ ઉમેર્યું કે, વિવાદ થાય તેવા દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું, પણ મારા રોમેન્ટિક હસબન્ડની સામે આ અશક્ય છે જે હંમેશા મને માફ કરી દે છે અને ગિફ્ટનો મારા પર વરસાદ કરી મૂકે છે.

કોર્ટે કેસ મુલતવી રાખ્યો

કોર્ટે કેસ મુલતવી રાખ્યો

મને એક સાચી ચર્ચા જોઈએ છે, એક દલિલ પણ ચાલે, પણ આ મુશ્કેલી વિનાનું જીવન નહિ. જ્યારે બીજી તરફ પતિએ ડિવોર્સની અરજી ફગાવી મૂકવા કોર્ટ પાસે ભીખ માંગી. તેણે કહ્યું કે એક વર્ષમાં મત બાંધવો ઉચિત નથી, અને બધા જ પોતાની ભૂલોમાંથી જ સીખે છે. હું છું અને હંમેશા એક પરફેક્ટ અને પ્રેમાળ હસબન્ડ બનવાની આશા રાખું છે. જો કે કોર્ટે કપલને પોતાની રીતે જ મામલો સેટલ કરવાનો ચાન્સ આપી આ કેસ મુલતવી રાખવાનો ઓર્ડર આપ્યો છે.

<strong>નીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર</strong>નીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર

English summary
wife filed divorce for kindness of her husband, women said my life has been hell, he never yelled at me.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X