For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની પત્ની Covid-19થી ઈન્ફેક્ટેડ

Coronavirus: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની પત્ની Covid-19થી ઈન્ફેક્ટેડ

|
Google Oneindia Gujarati News

ઓટાવાઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડો પણ કોરોનાવાઈરસની લપેટમાં આવી ગઈ છે. સોફી ટ્રૂડોના ટેસ્ટ પૉજિટિવ આવ્યા છે. પીએમ ઑફિસ તરફથી એક નિવેદન જાહેર કરી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. પીએમ ટ્રૂડોએ ગુરુવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે સોફી હાલમાં જ ઈટલીની યાત્રા કરી પરત ફરી છે. પીએમની ઑફિસ તરફથી જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, સોફી ગ્રેગોરી ટ્રૂડોને કોવિડ-19નો ટેસ્ટ થયો હતો. આ ટેસ્ટ પોજિટિવ આવ્યા છે.

Coronavirus

પીએમ ટ્રૂડોના ટેસ્ટ હજી નથી આવ્યા

પીએમ ટ્રૂડોએ પણ પત્ની સોફી સાથે ખુદને ઘરમાં આઈસોલેટ કરી લીધા છે. તેમની ઑફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે હાલ તેમના કોઈ ટેસ્ટ નહિ થાય કેમ કે તેમનામાં કોઈપણ પ્રકારના લક્ષણ જોવા મળ્યા નથી. પીએમ આગલા 15 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. સોફી કેનેડાની 158મી નાગરિક છે જે કોરોનાવાઈરસ પૉજિટિવ છે. વર્લ્ડ હેલ્થ સંગઠન ડબલ્યૂએચઓએ આ વાઈરસને એક મહામારી ઘોષિત કરી દીધી છે. સોફી તરફથી ગુરુવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને કંઈક અસહજ લક્ષણ જોવા મળી રહ્યા છે પરંતુ તેઓ જલદી જ વાપસી કરશે. પીએમ ટ્રૂડો શુક્રવારે દેશને સંબોધિત કરી શકે છે. કેનેડાના સ્વાસ્થ્ય અધિકારી હવે એ વાતનો પતો લગાવી રહ્યા છે કે સોફીના સંપર્કમાં કોણ-કોણ આવ્યું.

કોરોનાવાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યોકોરોનાવાયરસથી ભારતમાં પહેલું મોત, 76 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો

English summary
Wife of Canadian pm justin trudeau's covid 19 tests positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X