Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ISIS મુખિયા બગદાદીએ પોતાના લડવૈયાઓને આપી ફેરવેલ સ્પિચ

ઇરાકમાં આઇએસઆઇએસ કમાન્ડર અબુ બકર અલ બગદાદીએ પોતાના લડવૈયાઓને ફેરવેલ સ્પિચ આપી. આતંકવાદીઓને 72 હૂરો સાથે મુલાકાત કરાવવાનો વાયદો કર્યો છે.

આઇએસઆઇએસ ના કમાન્ડર અબુ બકર અલ બગદાદી ને કદાચ પોતાનો અંત નજીક દેખાવા લાગ્યો છે. બગદાદીએ પોતાના લડવૈયાઓ આગળ ફેરવેલ સ્પિચ આપી છે. આ સ્પિચ એવા સમયે આવી છે, જ્યારે ઇરાકમાં સેનાની પકડ વધુ મજબૂત થઇ છે.

abu bakar al baghdadi

લડવૈયાઓ માટે બે વિકલ્પ

હાલમાં જ ઇરાકની સેનાએ છેલ્લી સીમા મોસૂલ પર પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. બગદાદીએ મોસુલ ખાતેની આઇએસઆઇએસની ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી છે. તેણે બિન-આરબ લડવૈયાઓને બે વિકલ્પ આપ્યા છે અને જન્નતમાં 72 હૂરો સાથે મુલાકાત કરાવવાનો વાયદો કર્યો છે. બગદાદીઓએ ક્હયું કે, બિન-આરબ દેશોના લડવૈયાઓએ ક્યાં તો ઘરે પરત ફરી જવું જોઇએ કે પછી પોતાની જાતને મારી નાંખવા જોઇએ. ઇરાકની સેના મોસૂલમાં ખૂબ આક્રામક થઇ ગઇ છે અને આઇએસઆઇએસના ઘમા લેડવૈયાઓ સીરિયા ભાગી છૂટ્યા છે. સીરિયામાં હજુ આઇએસઆઇએસની પકડ મજબૂત છે.

વિશેષજ્ઞોમું કેહવું છે કે, આ ફેરવેલ સ્પિચથી એવું ન સમજવું જોઇએ કે આઇએસઆઇએસ પાછળ ખસી રહ્યું છે. વધુ ખતરનાક બાબત એ છે કે, બગદાદીએ લેડવૈયાઓને પોતાના ઘરે પરત ફરવાનું કહ્યું છે. બગદાદીએ આ પહેલાં પણ લડવૈયાઓને પોતાના ઘરે પરત ફરવા કહ્યું હતું અને ત્યાં જઇ લોન વોલ્ફ અટેકને અંજામ આપવાનું કહ્યું હતું.

દેશ પરત ફરી લોકોને નિશાન બનાવશે આતંકીઓ

દુનિયાભરમાં ઘણી ઇન્ટેલિજન્સ એજન્સિઓ દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે કે, ઇરાક કે સીરિયામાં આઇએસઆઇએસનું પતન દુનિયાના અન્ય વિસ્તારોમાં આતંકી હુમલાને પ્રોત્સાહન મળશે. આઇએસઆઇએસ સારી રીતે જાણે છે કે, ઇરાક કે સીરિયામાં તે આંતરરાષ્ટ્રીય સેનાનો સામનો નહીં કરી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X