For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ બગદાદીના મોતના 24 કલાકની અંદર જ ISને મળ્યો નવો લીડર

ખુંખાર આતંકવાદી સંગઠન ISISના નેતા અબુ બકર અલ બગદાદીના મોતની રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

ખુંખાર આતંકવાદી સંગઠન ISISના નેતા અબુ બકર અલ બગદાદીના મોતની રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી. ટ્રમ્પે જાહેરાત કરી હતી અલ બગદાદીના મૃત્યુ ને 24 કલાક પણ નહોતા થયાને ISIS દ્વારા તેના નવા નેતાના નામની ઘોષણા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ISISએ બગદાદીની જગ્યાએ પૂર્વ ઇરાકી સૈન્ય અધિકારીને તેનું નવા વડા બનાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે બગદાદી કૂતરાની જેમ માર્યો ગયો, તે છેલ્લી ક્ષણે ડરપોકની જેમ મરી ગયો. હવે તે કોઈ નિર્દોષને નિશાન બનાવી શકશે નહીં, તેના મૃત્યુને કારણે જગત સલામત છે.

અબ્દુલ્લા કરદશ બન્યો ISનો નવો લીડર

અબ્દુલ્લા કરદશ બન્યો ISનો નવો લીડર

ટ્રમ્પની ઘોષણા બાદ ISISએ મૌન ધારણ કર્યું હતુ. પરંતુ ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર સુન્ની આતંકવાદી સંગઠન ISISએ બગદાદીને બદલે ઇરાક આર્મીમાં ચીફ ઓફિસર તરીકે કરી ચુકેલ અબ્દુલ્લા કરદશને નવો લીડર બનાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અબ્દુલ્લાએ ઇરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસેનની સરકારના કાર્યકાળ દરમિયાન સેવા આપી હતી. અંગ્રેજીમાં અબ્દુલ્લાનું નામ કારશેસ તરીકે પણ ઓળખાય છે, ઘણી જગ્યાએ દસ્તાવેજોમાં તે અબ્દુલ્લા અલ આફરી તરીકે પણ ઓળખાય છે.

બગદાદીએ આપી હતી આ જવાબદારી

બગદાદીએ આપી હતી આ જવાબદારી

તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટમાં બગદાદીએ અબ્દુલ્લાને ISISના ધાર્મિક બાબતોના વિભાગની જવાબદારી સોંપી હતી, જેને મુસ્લિમ અફેર નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અબ્દુલ્લાની નોમિનેશન સ્વીકારવામાં આવી હતી અને અમાનમાં જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે અમાન ISની અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સી છે. જોકે બગદાદીના મૃત્યુ પહેલા ISમાં અબ્દુલ્લાની ભૂમિકા માત્ર પ્રતીકાત્મક હતી, પરંતુ હવે તે બગદાદીના મૃત્યુ પછી તે આતંકવાદી સંગઠનને આદેશ આપશે.

મારવો એ મારી પ્રાથમિકતા હતા

મારવો એ મારી પ્રાથમિકતા હતા

બગદાદીના મૃત્યુ અંગે માહિતી આપતાં ટ્રમ્પે કહ્યું કે, બગદાદીનો અંત મારી સરકારની પ્રાથમિકતા હતી. યુ.એસ. આર્મીના વિશેષ દળોએ ઉત્તર પશ્ચિમ સીરિયામાં રાત્રે બહાદુરી કરી, જેમાં બગદાદી માર્યો ગયો. બગદાદી સાથે તેના ઘણા સાથી પણ માર્યા ગયા છે. આ કામગીરીમાં કોઈ અમેરિકન સૈનિક માર્યો ગયો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્વીટ કર્યું હતું કે કંઈક ખૂબ જ મોટું થયું હતું. મીડિયામાં બગદાદીની હત્યાને લગતા અહેવાલો પણ હતા. હવે ટ્રમ્પે જાહેરાત કરી છે કે બગદાદીની હત્યા કરવામાં આવી છે.

English summary
withing 24 hour isis declared new chief after the killing of abu bakr al baghdadi says source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X