Video: સાપને હાથમાં લપેટી હોસ્પિટલ પહોંચી મહિલા

લોકો સાપનું નામ સાંભળીને જ દૂર ભાગે છે. પરંતુ એક મહિલાએ એવું કામ કર્યું છે જેને કોઈ વિચારી પણ નહીં શકે. ચીનમાં એક મહિલાને સાપ કરડી ગયો.

લોકો સાપનું નામ સાંભળીને જ દૂર ભાગે છે. પરંતુ એક મહિલાએ એવું કામ કર્યું છે જેને કોઈ વિચારી પણ નહીં શકે. ચીનમાં એક મહિલાને સાપ કરડી ગયો. ત્યારપછી મહિલા સાપથી છુટકારો મેળવવાને બદલે તેને લઈને જ હોસ્પિટલ પહોંચી ગયી. ચીની સોશ્યિલ મીડિયા પર આ મહિલાની ફોટો વાયરલ થઇ રહી છે. જેના હાથમાં સાપ લપેટાયેલો જોવા મળી રહ્યો છે. મહિલા હોસ્પિટલમાં એક હાથથી ફોર્મ ભરી રહી છે, જયારે બીજા હાથમાં સાપ લપેટાયેલો છે.

snake

ચીનની પીપલ્સ ડેલી અનુસાર આ ઘટના ઝિઝિયાંગ પ્રાંતના પુજિન્ગ કાઉન્ટરીની છે. આ મહિલાને સાપ કરડી ગયો ત્યારપછી આ મહિલા ઘ્વારા જે કરવામાં આવ્યું તે ખરેખર હિમ્મતનું કામ છે. મહિલાએ 1.5 મીટર લાંબા સાપને જીવતો જ પકડી લીધો અને તેની સાથે જ હોસ્પિટલ ગયી. મહિલાએ સાપને તેના હાથમાં લપેટી લીધો અને તેને લઈને હોસ્પિટલ પહોંચી ગયી. હોસ્પિટલમાં મહિલાને આવી હાલતમાં જોઈને સ્ટાફ પણ હેરાન થઇ ગયો.

સાપ કરડ્યા પછી પણ મહિલાએ હિંમત ગુમાવી નહીં આવી. હાલતમાં તેને હોસ્પિટલમાં બધા ફોર્મ પણ ભર્યા મહિલાની એક ફોટો ચીની સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ગયી જયારે તેના એક હાથમાં સાપ લપેટાયેલો છે જયારે બીજા હાથથી તે ફોર્મ ભરી રહી છે. નસીબ સારું હતું કે મહિલાને જે સાપ કરડ્યો તે ઝેરીલો ના હતો નથી તો પરિણામ સારું ના આવત. ઈન્ટરનેટ યુઝરે મહિલાની હિમ્મતની દાદ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X