આ મહિલાને છે ગજબ બિમારી, ઉંઘમાં આરોગે છે પેન્ટ કે વેસેલિન પણ!

ખરેખર લેસ્લે કસૈક નામની આ 55 વર્ષની મહિલાને 30 વર્ષથી ઉંઘમાં કંઇ પણ આરોગી જવાની બીમારી છે. આ બીમારીના કારણે લેસ્લે ખૂબ જ જાડી પણ થઇ ગઇ છે. તેને ઉંઘમાં એ વાતનો ખ્યાલ પણ નથી રહેતો કે તેણે શું અને કેટલું ખાઇ લીધું છે.
લેસ્લેના અનુસાર તેની આ બીમારીના કારણે તેના ઘણા દાંત પણ તૂટી ગયા છે. તેને ઉંઘમાં ખબર પણ નથી પડતી કે તેણે શું ખાઇ લીધું છે. ઘણી વખત કડક ચીજવસ્તુઓ ખાઇ લેવાથી તેના દાંત તૂટી ગયા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ એવી બીમારી છે જેમાં કંઇપણ ખાઇ શકે છે અને ખાવાનું પણ બનાવી શકે છે આ બીમારીમાં વજન વધવું સ્વાભાવિક છે.












Click it and Unblock the Notifications
