માસૂમ બાળકોને ઘરમાં બંધ કરીને માંએ આગ લગાવી, સળગતા જોતી રહી

માં ભગવાનનું રૂપ હોય છે અને તે પોતાના બાળકોની ખુશી માટે કઈ પણ કરી શકે છે. માં પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે પોતાનો જીવ પણ આપી દે છે.

માં ભગવાનનું રૂપ હોય છે અને તે પોતાના બાળકોની ખુશી માટે કઈ પણ કરી શકે છે. માં પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે પોતાનો જીવ પણ આપી દે છે. પરંતુ રશિયાની એક મહિલાએ પોતાના બાળકો સાથે જે કર્યું તે સાંભળીને રુંવાટા ઉભા થઇ જાય છે. 28 વર્ષની મહિલાએ પોતાના ચાર વર્ષના દીકરા અને દોઢ વર્ષની દીકરીને જીવતા સળગાવવાની કોશિશ કરી, જેમાં તેના દીકરાની મૌત થઇ ગઈ જયારે નાની દીકરીને પાડોશીઓ ઘ્વારા બચાવવામાં આવી અને હાલમાં નાની દીકરીની હાલત ગંભીર છે.

ઘરમાં આગ લગાવી બાળકોને જીવતા સળગતા જોતી રહી માં

ઘરમાં આગ લગાવી બાળકોને જીવતા સળગતા જોતી રહી માં

રશિયાના બારખોવૈયો ગામમાં રહેતી આ મહિલાએ બાળકોથી કંટાળીને આખા ઘરમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી. ત્યારપછી બાળકોને ઘરમાં બંધ કરીને પોતે બહાર આવી ગઈ. બહાર આવીને તે પોતાના બાળકોને સળગતા અને ચીસો પડતા સાંભળતી રહી. 16 વર્ષના પાડોશીએ જયારે મહિલાના ઘરની અંદરથી ધુમાડો આવતો જોયો ત્યારે તેને કાચની બારી તોડીને અંદર ઘુસ્યો અને પલંગથી બાળકીને ઉઠાવીને બહાર લઇ આવ્યો. પરંતુ ત્યારે તે મહિલાના દીકરાને ફરી લેવા માટે અંદર ગયો ત્યારે તે મારી ચુક્યો હતો.

બાળકોથી છુટકારો મેળવવા માટે પતિ સાથે લડાઈ પણ કરી હતી

બાળકોથી છુટકારો મેળવવા માટે પતિ સાથે લડાઈ પણ કરી હતી

મહિલાએ હંમેશા મુજબ પતિ સાથે લડાઈ કરી હતી કે બાળકોને અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવે. ત્યારપછી પતિ કામ પર નીકળી ગયો અને આરોપી મહિલાએ દારૂ પીવાનું ચાલુ કરી દીધું. બપોરે ખાવાના સમયે જયારે તેને બાળકોને ખાવાનું ખવડાવવાનું હતું ત્યારે તેમના રડવાથી પરેશાન મહિલાએ આખા ઘરમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી અને બાળકોને અંદર બંધ કરી દીધા.

દીકરાની સળગતી લાશ સોફાની નીચે મળી

દીકરાની સળગતી લાશ સોફાની નીચે મળી

ગમે તે રીતે મહિલાની દોઢ વર્ષની દીકરીને બચાવી લેવામાં આવી, જે હોસ્પિટલમાં મૌત સામે ઝઝૂમી રહી છે. પરંતુ તેના ચાર વર્ષના દીકરાને બચાવી શકાયો નહીં. આગ ઓલવાયા પછી ચાર વર્ષના દીકરાની લાશ સોફાની નીચે મળી આવી. મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલાએ કબૂલ કર્યું છે કે તે વારંવાર તેના પતિને બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવવા વિશે કહેતી હતી. આખરે તેમનાથી પરેશાન થઈને તેને બાળકોને સળગાવી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X