world beauty day 2021 : સુંદરતા ઉજવવાની સફર કેવી રીતે શરૂ થઈ?

વિશ્વ સુંદરતા દિવસ દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે અને તે દરેક સૌંદર્ય પ્રેમીઓને સમર્પિત એક ખાસ દિવસ છે. આ ખાસ દિવસની ઉજવણી વર્ષ 1995 માં ઇન્ટરનેશનલ કમિટી ઓફ એસ્થેટિક્સ એન્ડ કોસ્મેટિક્સ દ્વારા શરૂઆત કરાઇ હતી.

વિશ્વ સુંદરતા દિવસ દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને તે દરેક સૌંદર્ય પ્રેમીઓને સમર્પિત એક ખાસ દિવસ છે. આ ખાસ દિવસની ઉજવણી વર્ષ 1995 માં શરૂ થઈ છે. જેની શરૂઆત ઇન્ટરનેશનલ કમિટી ઓફ એસ્થેટિક્સ એન્ડ કોસ્મેટિક્સ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર વિશ્વમાં લોકો આ દિવસની ઉજવણી કરવા લાગ્યા. તો આજે આ અહેવાલમાં અમે તમને વિશ્વ સૌંદર્ય દિવસ ઉજવવાનું કારણ અને મહત્વ વિશે જણાવી રહ્યા છીએ.

world beauty day

વિશ્વ સુંદરતા દિવસની ઉજવણીનું કારણ

વિશ્વ સુંદરતા દિવસ ઉજવવાનું મુખ્ય કારણ સૌંદર્ય અને સ્પા ઉપચારના ધોરણો સ્થાપિત કરવા અને જાળવવા તેમજ વિશ્વભરમાં સૌંદર્ય શાસ્ત્રને પ્રોત્સાહન આપવાનું છે.

નોંધનીય છે કે, વિશ્વ સુંદરતા દિવસ માત્ર બાહ્ય સૌંદર્યની ઉજવણી સાથે સાથે આંતરિક સૌંદર્યના મહત્વ પર પણ ભાર મૂકે છે. તાજેતરના વર્ષોમાં સુંદરતાના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેથી આ સ્ટાઈલિસ્ટ, બ્યુટિશિયન, ડિઝાઇનર્સ, ફિટનેસ ટ્રેનર્સ વગેરેને સમર્પિત કરતો દિવસ છે.

world beauty day

કોરોના કાળમાં આ રીતે ઉજવો વિશ્વ સુંદરતા દિવસ

વિશ્વ સુંદરતા દિવસે વિશ્વભરમાં ઘણા સૌંદર્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જો કે, કોરોનાવાયરસના સંક્રમણને કારણે ઇવેન્ટ હવે મર્યાદિત રીતે યોજવામાં આવી રહી છે. તમે ઘરે રહીને પણ આ ખાસ દિવસની ઉજવણી કરી શકો છો. ફક્ત તમારી જાતને કોઈક રીતે અથવા અન્ય રીતે તૈયાર લડાવો. જે તમને સારું લાગશે. આવા સમયે તમે તમારી આંતરિક અને બાહ્ય સુંદરતાની ઉજવણી કરી શકશો.

world beauty day

સુંદરતા વિશે લેખકો શું કહે છે?

ઘણા લેખકોએ સુંદરતાનો અર્થ ખૂબ સુંદર રીતે લખ્યો છે-

  • પ્રતિભાશાળી રશિયન લેખક ફ્યોડોર દોસ્તોવ્સ્કી સુંદરતાના મહત્વ વિશે લખે છે "સુંદરતા વિશ્વને બચાવશે."
  • નિકોલાઈ રોરિચ મુજબ "સુંદરતા પ્રત્યે જાગૃતિ વિશ્વને બચાવશે."
  • ફ્રેન્ચ નવલકથાકાર હોનોર ડી બાલ્ઝાકે કહ્યું, "સુંદરતા એ છે જે અનુભવાય છે અને કોઈ વ્યાખ્યામાં બંધબેસતી નથી."
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X