For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ કૃતજ્ઞતા દિવસ 2021 : દિવસનો ઇતિહાસ, કહેવતો અને કવોટ્સ

તમારા જીવનમાં હંમેશા કંઈક કે કોઈ વ્યક્તિ હોય છે, જેના માટે તમે આભારી છો. જે બાબતો આપણને ખુશ રાખે છે, આપણને સ્મિત આપે છે અને જીવન વિશે સકારાત્મક લાગે છે. કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે પણ એક દિવસ ઉજવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

તમારા જીવનમાં હંમેશા કંઈક કે કોઈ વ્યક્તિ હોય છે, જેના માટે તમે આભારી છો. જે બાબતો આપણને ખુશ રાખે છે, આપણને સ્મિત આપે છે અને જીવન વિશે સકારાત્મક લાગે છે. કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે પણ એક દિવસ ઉજવવામાં આવે છે જે આજે દિવસ છે. આભાર માનવાના સંદેશ સાથે સમગ્ર વિશ્વને એકસાથે લાવવા માટે 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ કૃતજ્ઞતા દિવસ મનાવવામાં આવે છે.

હવાઈમાં ઈન્ટરનેશનલ ઈસ્ટ-વેસ્ટ સેન્ટર ખાતે થેંક્સગિવિંગ મેળાવડા દરમિયાન 1965માં આ દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આધ્યાત્મિક નેતા અને ધ્યાન શિક્ષક શ્રી ચિન્મોયે સૂચવ્યું હતું કે, એક દિવસ જ્યારે સમગ્ર વિશ્વ આભારના સંદેશ માટે એકઠા થશે.

World Gratitude Day

હવાઈમાં બેઠક બાદ જ્યારે તેઓ તેમના પોતાના દેશોમાં પાછા ફર્યા ત્યારે ઘણા ઉપસ્થિત લોકોએ 21 સપ્ટેમ્બરના રોજ કૃતજ્ઞતા દિવસને ચિહ્નિત કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી દર વર્ષે દિવસની ઉજવણી કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. પછીના વર્ષોમાં કૃતજ્ઞતા દિવસ મોટો અને મોટો બન્યો અને 1977 માં યુનાઇટેડ નેશન્સ મેડિટેશન ગ્રુપે વિશ્વ કૃતજ્ઞતા દિવસને માન્યતા આપવા માટે ઔપચારિક

ઠરાવની વિનંતી કરી. તે વર્ષે ચિન્મોયને તેમના કામ માટે સન્માનિત કરવા માટે યુએન હેડક્વાર્ટર ખાતે ઔપચારિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃતજ્ઞતા દિવસ ઉજવવા માટે કદાચ સેંકડો ઉમદા રીતો છે. તમે તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ ધરાવતા લોકોનો આભાર માનીને, ભંડોળની જરૂરિયાતમંદ અથવા બીમાર વ્યક્તિને મદદ કરીને દિવસની ઉજવણી કરી શકો છો. વર્તમાન વિશ્વની પરિસ્થિતીમાં તમે આરોગ્યસંભાળ અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરનો આભાર માની શકો છો, જે કોરોના કાળમાં આપણને સુરક્ષિત રાખવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. તમે તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો અથવા સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે આભાર સંદેશ શેર કરી શકો છો.

અહીં કેટલાક કવોટ્સ અને સંદેશાઓ છે, જે તમે આજના દિવસે તમારા પ્રિયજન સાથે શેર કરી શકો છો :

  • કવોટ્સ

"કૃતજ્ઞતા આપણી પાસે જે છે તેને પર્યાપ્તમાં ફેરવે છે." - અજ્ઞાત

"કૃતજ્ઞતા સુખ માટે એક શક્તિશાળી ઉત્પ્રેરક છે. તે સ્પાર્ક છે જે તમારા આત્મામાં આનંદની આગ પ્રગટાવે છે. " - એમી કોલેટ

"સામાન્ય જીવનમાં આપણને ભાગ્યે જ ખ્યાલ આવે છે કે, આપણે આપીએ છીએ તેના કરતા વધારે આપણને પ્રાપ્ત થાય છે અને તે માત્ર કૃતજ્ઞતા સાથે જ જીવન સમૃદ્ધ બને છે." - ડાયટ્રિચ બોનહોફર

"ચાલો આપણે ઉઠીએ અને આભારી રહીએ. ભલે આપણે આજે ઘણું ન શીખ્યા હોય, પણ ઓછામાં ઓછું આપણે થોડું તો શીખ્યા, અને જો આપણે થોડું ન શીખ્યા, તો કંઈ નહીં પણ ઓછામાં ઓછું આપણે બીમાર તો ન પડ્યા, અને જો આપણે બીમાર પડ્યા, તો કમ સે કમ જીવિત તો છીએને, તો એ વાત પર ચાલો આપણે બધાનો આભારી માનીએ" - બુદ્ધ

"કૃતજ્ઞતા, શાંત આનંદમાં જીવતા જીવનની શાંતિ છે." - રાલ્ફ એચ. બ્લમ

  • સ્લોગન્સ

સકારાત્મક બનવાનું પસંદ કરવું અને આભારી વલણ રાખવું એ નક્કી કરશે કે તમે તમારું જીવન કેવી રીતે જીવી રહ્યા છો. - જોએલ ઓસ્ટીન

કૃતજ્ઞતા એ શ્રેષ્ઠ વલણ છે. - અજ્ઞાત

English summary
World Gratitude Day is celebrated on September 21 to bring the whole world together with a message of gratitude.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X