world Strongest Storm : 160 માઇલ પ્રતિ કલાકની ઝડપે 2022નું સૌથી મજબૂત વાવાઝોડું ત્રાટકશે
દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીન માટે વધુ એક મોટી મુસીબત આવી રહી છે. હવે 2022ના સૌથી મજબૂત વૈશ્વિક વાવાઝોડાથી આ બંને દેશોની ચિંતા વધી ગઈ છે, જે પૂર્વ ચીન સાગરમાં જાપાનના દક્ષિણી ટાપુઓને જોખમમાં મૂકી શકે છે.
દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીન માટે વધુ એક મોટી મુસીબત આવી રહી છે. હવે 2022ના સૌથી મજબૂત વૈશ્વિક વાવાઝોડાથી આ બંને દેશોની ચિંતા વધી ગઈ છે, જે પૂર્વ ચીન સાગરમાં જાપાનના દક્ષિણી ટાપુઓને જોખમમાં મૂકી શકે છે.

મહત્તમ 50 ફૂટ સુધીની તરંગોની ઊંચાઈ નોંધાઇ
યુએસ જોઈન્ટ ટાયફૂન ચેતવણી કેન્દ્ર અનુસાર, સુપર ટાયફૂન હિમનોર હાલમાં લગભગ 160 માઈલ (257 કિમી) પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની મહત્તમ ઝડપ 195 mph નોંધવામાં આવી છે. આ કારણે મોજાની ઊંચાઈ મહત્તમ 50 ફૂટ (15 મીટર) સુધીનોંધવામાં આવી છે.

હવે Ryukyu ટાપુ પર ત્રાટકવાની આશંકા
જાપાનની હવામાન એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી નોંધાયેલા આ વાવાઝોડાની ઝડપના આધારે હિનમનોર2022નું સૌથી મજબૂત અને મોટું વાવાઝોડું હશે.
હોંગકોંગ ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું સવારે 10 કલાકે જાપાનના ઓકિનાવાથીલગભગ 230 કિલોમીટર પૂર્વમાં કેન્દ્રિત હતું અને તે લગભગ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ Ryukyu ટાપુ તરફઆગળ વધવાની આગાહી છે.

7 દાયકામાં આ પહેલા ઓગસ્ટમાં માત્ર 2 વાવાઝોડું આવ્યા
જોકે, યુએસ JTWC એ આગાહી કરી છે કે, સુપર ટાયફૂન આગામી દિવસોમાં તેની ઝડપ થોડી ગુમાવશે.
કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીનામોસમી વાવાઝોડાની આગાહીના મુખ્ય લેખક ફિલ ક્લોટ્ઝબેચે જણાવ્યું હતું કે, અમે સમુદ્રના રેકોર્ડને વિગતવાર રાખીએ છીએ.
સાતદાયકાથી વધુમાં માત્ર બે વખત ઓગસ્ટમાં વાવાઝોડું આવ્યું છે. પહેલું વાવાઝોડું 1961 માં અને બીજું 1997માં આવ્યું હતું, પરંતુ આ બંનેનીઝડપ આ વખતના વાવાઝોડા જેટલી ન હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
