ત્રીજા વિશ્વ યુદ્ઘની તારીખ કહી તેણે, જેણે ટ્રંપના જીતવાની વાત કહી હતી

Posted By:
Subscribe to Oneindia News

દુનિયાના અંતને લઇને આ પહેલા પણ અનેક વાર ભવિષ્યવાણીઓ થઇ ચૂકી છે. અનેક વાર તેવું કહેવામાં આવ્યું છે કે ત્રીજા વિશ્વ યુદ્ધ પછી મનુષ્યો માટે પૃથ્વી પર જીવવું લગભગ અસંભવ બની જશે. જો કે મોટા ભાગે આવી સંભાવનાઓને લોકો કાન પર નથી લેતા. પણ હવે આવી જ એક ભવિષ્યવાણી તેવા વ્યક્તિએ કરી છે જેની આ પહેલાની મોટા ભાગની વાતો સાચી સાબિત થઇ છે. ઉલ્લેખનીય છે કે આ તે જ વ્યક્તિ છે જેણે ટ્રંપના જીતવાની વાત કહી હતી. ટ્રંપની જીતને જ્યારે લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું હતું ત્યારે આ વ્યક્તિએ ટ્રંપના જીતવાની ગેરંટી આપી હતી. અને હવે આ વ્યક્તિએ ત્રીજા વિશ્વ યુદ્ધ માટે પણ જાહેરાત કરી છે. ત્યારે જાણો શું કહેવું છે આ ભવિષ્યવેત્તાનું....

કોણ છે આ ભવિષ્યવેત્તા?

કોણ છે આ ભવિષ્યવેત્તા?

ખૂબ જ ઓછા ભવિષ્યવેત્તાઓ હોય છે જેમની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડતી હોય છે. અને અનેક લોકો તેમની કહેલી વાતને ધ્યાનની સાંભળતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે હોરાસિયો વિલેગસ. જે પોતાને ઇશ્વરના દૂત જણાવે છે. હોરાસિયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના જીતનો દાવો કર્યો હતો. અને હવે તે ત્રીજા વિશ્વયુદ્ધની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે જે તારીખ કહી છે તે મુજબ ત્રીજું વિશ્વ યુદ્ધ ખૂબ જ નજીક છે.

13 ઓક્ટોબર

13 ઓક્ટોબર

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપની ભવિષ્ય વાણી કરનાર હોરાસિયો વિલેગસે જણાવ્યું છે કે 13મી ઓક્ટોબરના રોજ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થવાની સૌથી પ્રબળ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હોરાસિયોએ 2015માં જ ટ્રંપની જીત વિષે આગાહી કરી હતી અને તે પછી ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પણ હતા.

વધુ એક પરમાણુ હુમલો?

વધુ એક પરમાણુ હુમલો?

હોરાસિયો પોતાની ભવિષ્ય વાણીમાં કહ્યું છે કે આગનો ગોળો આકાશની જમીન પર આવીને પડશે જેના કારણે ચારે બાજુ હાહાકાર મચી જશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે પણ હાલ સંબંધો તંગ થઇ રહ્યા છે. તો સાથે જ બીજી તરફ ભારત અને ચીન વચ્ચે પણ સંબંધો હાલ તણાવપૂર્ણ છે.

દાવા પાછળની સચ્ચાઇ

દાવા પાછળની સચ્ચાઇ

ઉલ્લેખનીય છે કે હોરાસિયોએ પહેલા ત્રીજા વિશ્વ યુદ્ધ માટે 13 મેની તારીખ કહી હતી પણ હવે તે આ તારીખને 13 ઓક્ટોબરને જણાવી રહ્યા છે. એટલું જ નહીં તેમણે સીરિય પર થયેલા કેમિકલ અટેક અને મિસાઇલ અટેકની પણ ભવિષ્યની વાત કરી હતી. જે સાચી સાબિત થઇ હતી.

English summary
A DATE WITH DISASTER Mystic who predicted Donald Trump’s presidency claims World War 3 .

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.