For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 884 લોકોના મોત, આંકડો 4000ને પાર

અમેરિકામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 884 લોકોના મોત, આંકડો 4000ને પાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાના સુપર પાવરનો ખિતાબ હાંસલ કરનાર અમેરિકા આજે કોરોના વાયરસના સંક્રમણથી પરેશાન થઈ ગયું છે. સતત વધી રહેલા સંક્રમણ અને મોતના આંકડાને રોકવામાં નાકામ અમેરિકાએ દેશમાં નેશનલ ઈમરજન્સી ઘોષિત કરી દીધીછે, પરંતુ કોરોનાથી મોતના મામલામાં કમી આવતી નથી દેખાઈ રહી અને સંક્રમણ પણ અટકી રહ્યું નથી. અમેરિકામાં 2 લાખથી વધુ લોકો કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે અને 4000થી વધુ લોકોના મોત થયાં છે.

અમેરિકામાં 24 કલાકમાં 884 લોકોના મોત

અમેરિકામાં 24 કલાકમાં 884 લોકોના મોત

ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસના સંક્રમણે દુનિયાભરને પોતાના કબ્જામાં કરી લીધું છે. ચીનથી વધુ મોત અમેરિકામાં થયાં છે. કોરોનાનો કહેર અમેરિકાના 100 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી તબાહી છે. 9/11 હુમલાથી પણ કોરોના અમેરિકામાં વધુ ભયાનક સાબિત થયો છે. અમેરિકામાં બુધવારે કોરોનાથી મરનારાઓની સંખ્યા ચાર હજારથી વધુ પહોંચી ગઈ છે. જ્યારે 24 કલાકમાં આ વાયરસથી મરનારાઓની સંખ્યા 884 થઈ ગઈ છે. જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડાઓ મુજબ અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 4076 સુધી પહોંચી ગઈ છે.

4 દિવસમાં ચાર ગણી થઈ કોરોનાની ગતિ

4 દિવસમાં ચાર ગણી થઈ કોરોનાની ગતિ

અમેરિકામાં શનિવારે કોરોના સંક્રમણના કારણે 2010 લોકોના મોત થયાં હતાં, જ્યારે બુધવારે આ આંકડો બેગણો થઈ ગયો. કોરોના સંક્રમણથી 4076 લોકોના મોત થયાં. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોનાના કહેર સામે લથડીયાં ખાઈ રહ્યા છે. કોરોનાએ અમેરિકાના ન્યૂયોર્કમાં જ બે હજારથી વધુ લોકોના જીવ ભરખીલીધા છે. અહીં 83000થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

અમેરિકાના હાલાત હજી બગડી શકે

અમેરિકાના હાલાત હજી બગડી શકે

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ ચેતવણી આફી ચૂક્યા છે કે અમેરિકામાં આગલા 2 અઠવાડિયા અતિ ડરામણા અને ચિંતાજનક હોય શકે છે. કોરોના સંક્રમણના મામલા તેજીથી આવી શકે છે. જ્યારે અમેરિકાની યૂએસ કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડેબોરા બિર્સે કહ્યું કે અહીં કોરોનાને પગલે 1 લાખથી 2.4 લાખ લોકોના મોત થઈ શકે છે.

અમેરિકામાં 6 અઠવાડિયાની બાળકીનું મોત

અમેરિકામાં 6 અઠવાડિયાની બાળકીનું મોત

અમેરિકામાં કોરોના વાયરસના ફેલાતા સંક્રમણ અને વધતા મોતના મામલા વચ્ચે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બેબસ જોવા મળ્યા. તેમણે કહ્યું કે આગલા બે અઠવાડિયા દર્દનાક હોય શકે છે. પોતાના એક નિવેદનમાં તેમણે કહ્યું કે દેશમાં મોતનો આંકડો ઘટે, આના માટે સરકાર કામ કરી રહી છે. જ્યારે અમેરિકામાં 6 અઠવાડિયાની બાળકીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કોરોના વાયરસના કારણે થનાર સૌથી ઓછી ઉંમરના મોત છે.

ઝારખંડઃ મંત્રીના દીકરાને હોમ ક્વારંટાઈન કરાયો, દિલ્હી મરકજમાં સામેલ થયો હોવાની આશંકાઝારખંડઃ મંત્રીના દીકરાને હોમ ક્વારંટાઈન કરાયો, દિલ્હી મરકજમાં સામેલ થયો હોવાની આશંકા

English summary
Worst Situation: US sets new one-day record with 884 coronavirus deaths,coronavirus cases pass 200,000
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X