For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS સ્ટાઇલમાં ચીનમાં થયો હુમલો, 5ના મોત

ચીનના શિનજિયાંગમાં આતંકવાદીઓએ લોકો પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પાંચ લોકોનું મૃત્યુ અને પાંચ લોકો ઘાયલ. દરેક ખૂણે સુરક્ષા દળો ખડે પગે હાજર.

By Shachi
|
Google Oneindia Gujarati News

ચીન ના શિનજિયાંગના પિશાન પ્રાંતમાં થયેલા એક આતંકી હુમલા માં આતંકવાદીઓએ ચપ્પુથી લોકો પર ઘા કર્યા હતા. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા હતા અને 5 લોકોનું મૃત્યુ થયું હતું. ચીનના શિનજિયાંગમાં થેયલો આ પહેલો આતંકી હુમલો નથી.

xinjiang terror attack

આખા દેશમાં હાઇ એલર્ટ

પોલીસે આતંકવાદીઓને ઠાર માર્યા છે અને દરેક વિસ્તારના દરેક ખૂણે સેના ખડે પગે હાજર છે. શિનજિયાંગ પ્રાંત ચીનનો મુસ્લિમ આબાદીવાળો વિસ્તાર છે. બુધવારે સાંજે થયેલા હુમલાને કારણે ચીનની જાણે ઉંઘ હરામ થઇ ગઇ છે. હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર જે ત્રણ વ્યક્તિઓએ મળીને આ હુમલો કર્યો હતો, એમને ગોળી મારી દેવામાં આવી છે અને આને આતંકી હુમલાનું નામ આપવામાં આવ્યું છે. આ ઘટના બાદ ચીનમાં હાઇ લેવલ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સરકાર તરફથી હજુ આ વ્યક્તિઓની ઓળખ જાહેર કરવામાં નથી આવી. એક હોટલ મેનેજર અનુસાર, હુમલા બાદ તે હજુ સુધી ભયભીત છે અને તેણે આ પહેલાં પિશાનમાં આવો હુમલો ક્યારેય નથી જોયો.

અહીં વાંચો - મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રંપને ભારત માટે કહ્યા વરદાનરૂપઅહીં વાંચો - મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રંપને ભારત માટે કહ્યા વરદાનરૂપ

આત્મઘાતી હુમલામાં 39ની મોત

આ હુમલો એક રેસિડેન્શિયલ કમ્પાઉન્ડમાં થયો છે અને આ કમ્પાઉન્ડ શહેરના પશ્ચિમી ભાગમાં છે, જે સરકારના હેડક્વાર્ટરથી વધુ દૂર નથી. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર પિશાન કાઉન્ટી આતંકવાદીઓનો અડ્ડો મનાય છે અને અહીં ત્રણ વર્ષ પહેલાં એક આત્મઘાતી હુમલો પણ થયો હતો. મે, 2014માં થયેલા આ હુમલામાં પિશાનના ચાર લોકોએ શિનજિયાંગની પ્રાંતીય રાજધાની ઉમયૂમ્કીની બજારમાં હુમલો કર્યો હતો. અહીંના મુસલમાન અલગાવવાદીઓને સરકાર હિંસક હુમલાઓ માટે જવાબદાર માને છે.

English summary
Terror attack in China's Xinjiang Province killed five people and few people are injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X