અઝમલ ફાંસી: યાસિન મલિકના મંચ પર દેખાયો હાફિઝ સઇદ

પાકિસ્તાનમાં મલિક અને આતંકી હાફિસ સઇદની હાજરી તેમના આંતરીક સંબંધો અંગે ઘણુ બધુ કહી જાય છે. મલિકે અત્રે લોકોને સંબોધ્યા પણ ખરા. યાસિન મલિકે પાકિસ્તાન સરકારને અનુરોધ કર્યો છે કે તે ભારતીય કૈદી સરબજીતસિંહ અંગે ઉતાવળીયો નિર્ણય ના લે. અફઝલ ગુરુને ફાંસી આપ્યા બાદ મલિકે પાકિસ્તાન સરકારને આ અપીલ કરી છે.
અફઝલ માટે ફાતિહા વાંચ્યા બાદ ઉપસ્થિત કાશ્મીરી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધતા મલિકે જણાવ્યું કે આપ લોકો સરબજીતને ફાંસી આપવાની માંગ ના કરો. એ અફઝલને આપવામાં આવેલા દંડ સમાન જ થશે. હું પાકિસ્તાન સરકારને પણ અનુરોધ કરુ છું કે આ અંગે ઉતાવળીયો નિર્ણય ના કરે. ઉલ્લેખનીય છે કે 26/11 હુમલાના દોષી અઝમલ કસાબ અને અફઝલને ફાંસી આપ્યા બાદ કેટલાક પાકિસ્તાની સંગઠનોએ સરબજીતને પણ ફાંસી આપવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
