For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યમન: લગ્ન સમારોહમાં સાઉદી અરબે કર્યો હવાઈ હુમલો, દુલ્હન સહીત 20 ના મૌત, 40 ઘાયલ

સાઉદી અરબ અને તેના સહયોગી દેશો ઘ્વારા રવિવારે સાંજે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મિસાઈલ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સાઉદી અરબ અને તેના સહયોગી દેશો ઘ્વારા રવિવારે સાંજે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મિસાઈલ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 20 લોકોના મૌત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હુમલો લગ્ન સમારોહમાં ભેગા થયેલા લોકો પર કરવામાં આવ્યો હતો. યમન ના હાજા પ્રાંતના સ્વાસ્થ્ય અધિકારી ખાલિદ અલ નાદરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારનારમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો છે. આ હુમલામાં 40 લોકો ઘાયલ થયા છે, જેમાં દુલ્હન પણ શામિલ છે.

yemen and saudi arab

હોસ્પિટલ ચીફ મોહમ્મદ અલ સોમાલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હુમલા પછી કુલ 45 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જેમાં વરરાજા પણ શામિલ હતા, યમન હેલ્થ મિનિસ્ટર અબ્દેલ હકીમ અલ કહલાન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના પછી તરફ એબ્યુલન્સ પહોંચી શકી ના હતી, એટેક થયા પછી એરક્રાફ્ટ ઉપર ઉડી રહ્યા હતા.

આ પહેલા ગયા અઠવાડિયે શનિવારે કે અજ્ઞાત ડ્રોન ઘ્વારા સાઉદી અરબ કિંગના ઘરની બહાર અટેક કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ સિક્યોરિટી ફોર્સ ઘ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. યમનમાં વિદ્રોહીઓ વિરુદ્ધ સાઉદી અરબ લડાઈ લડી રહ્યું છે. બંને દેશો ઘણીવાર એકબીજા પર મિસાઈલ હુમલો કરી ચુક્યા છે. યમનમાં હૂતી વિદ્રોહીઓ ઘ્વારા રાજધાની સના સહીત આખા ઉત્તર ક્ષેત્ર પર કબ્જો જમાવી લેવામાં આવ્યો છે.

આ યુદ્ધમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10,000 કરતા પણ વધારે લોકોની મૌત થયી છે. લાખો લોકો ઘાયલ થયા છે અને 30 લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડવા માટે મજબુર બન્યા છે. સાઉદીનો આરોપ છે કે યમનમાં અશાંતિ અને અસ્થિરતા ફેલાવવા માટે હૂતી વિદ્રોહીઓને ઈરાન હથિયાર આપી રહ્યું છે.

English summary
Yemen: Saudi-led militry force attack on wedding, 20 killed, 40 wounded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X