For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અંતરિક્ષમાં લગ્ન કરી શકશો, જાણો શું મળશે સુવિધા, ટિકિટ કેટલી હશે?

ટૂંક સમયમાં ફ્લોરિડાની કંપની સ્પેસ પર્સપેક્ટિવના લોકોનું આ સપનું સાકાર કરવા જઇ રહ્યું છે. યુગલોના લગ્ન ફૂટબોલ સ્ટેડિયમના કદના એક સ્પેસ બલૂન દ્વારા લઇ જવામાં આવતી એક કેપ્સ્યુલની અંદર કરવામાં આવશે. 2024 સુધીમાં સમુદ્ર સપા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જુલાઇ : દુનિયામાં ઘણા એવા લોકો પણ છે જેમને પોતાના લગ્ન યાદગાર બનાવવા માટે કોઈપણ હદે જાય છે. વિમાન, ડેસ્ટિનેશન વેડિંગ અને અંડરવોટર લગ્ન વિશે ચોક્કસથી સાંભળ્યું હશે, પણ શું તમે ક્યારેય અવકાશમાં લગ્ન જોયા છે. ટૂંક સમયમાં ફ્લોરિડાની કંપની સ્પેસ પર્સપેક્ટિવના લોકોનું આ સપનું સાકાર કરવા જઇ રહ્યું છે. યુગલોના લગ્ન ફૂટબોલ સ્ટેડિયમના કદના એક સ્પેસ બલૂન દ્વારા લઇ જવામાં આવતી એક કેપ્સ્યુલની અંદર કરવામાં આવશે. 2024 સુધીમાં સમુદ્ર સપાટીથી 100,000 ફૂટ (19 માઇલ) ઉપર આ કેપ્સ્યુલ તરશે.

get married in space

લગ્ન 100,000 ફૂટની ઉંચાઇએ થશે

સ્પેસ પર્સ્પેક્ટિવ હાલ કેપ્સ્યુલની એક ફ્લાઇટનો ભાવ 125,000 ડોલર (લગભગ 1 કરોડ) નક્કી કરવામાં આવ્યો છે. જે લોકો અંતરિક્ષમાં લગ્ન કરવા ઇચ્છુક છે, તેમને વર્ષ 2024માં અંતરિક્ષમાં લગ્ન કરી શકે છે. કેપ્સ્યુલમાં સવાર લોકો અવકાશથી પૃથ્વીના ખૂબ સુંદર દૃશ્ય જોઈ શકે છે. ફર્મના વિશાળ અવકાશી બલૂન દ્વારા બનાવવામાં આવેલી આ કેપ્સ્યુલ્સ છ કલાક માટે આઠ મહેમાનોને પૃથ્વીની સપાટીથી 100,000 ફૂટ (19 માઇલ) ઉપર લઈ જશે.

get married in space

કેપ્સ્યુલમાં રહેલી સુવિધાઓ

જૂનના અંતમાં ફ્લાઇટ્સનું બૂકિંગ શરૂ કર્યું હતું. આ અંગે ફર્મ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રાહકોએ પહેલાથી જ ગ્રુપ ઇવેન્ટ્સ માટે કેપ્સ્યુલ્સની બધી ફ્લાઇટ્સ બૂક કરી લીધી છે. જેમાંથી ઘણા લોકો પોતાના લગ્ન અવકાશમાં યોજવા માંગે છે. ફર્મનો દાવો છે કે, ઘણા લોકો પોતાના જન્મદિવસને કેપ્સ્યુલ્સમાં ઉજવી શકે છે, અથવા કોર્પોરેટ ઇવેન્ટને નવી ઉંચાઈ પર લઈ શકે છે. મુસાફરો કેપ્સ્યુલની અંદર હોય, ત્યારે પૃથ્વીના 360 ડિગ્રી દૃશ્યો જોઇ શકશે. કેપ્સ્યુલમાં બાથરૂમ, બાર અને ઓન બોર્ડ વાઇ-ફાઇની સુવિધા પણ ઉપલબ્ધ હશે.

2024 સુધીની ટિકિટ અત્યારથી જ બૂક

જૂનમાં કંપનીના ટેસ્ટ વેહિકલ - નેપ્ચ્યુન વન નાસાના કેનેડી સ્પેસ સેન્ટરની બાજુમાં આવેલા સ્પેસ કોસ્ટ સ્પેસપોર્ટથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસ પર્સપેક્ટિવ્સનું નેતૃત્વ ફ્લોરિડા સ્થિત ટૈબર મૈક્કલમ અને જેન પોયન્ટર કરી રહ્યા છે, જે પતિપત્ની છે. ફર્મની વેબસાઇટ અનુસાર, 2024 માટેની સ્પેસફલાઇટ બૂક થઇ ગઇ છે, પરંતુ ગ્રાહકો 2025 માટે હજૂ પણ પોતાની ફ્લાઇટ્સ બૂક કરાવી શકે છે.

get married in space

મુસાફરો દરેક દિશામાં 450 માઇલ દૂર સુધી જોઈ શકશે

આ ફર્મનો દાવો છે કે, નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવી હતી અને રોકેટને બદલે સ્પેસ બલૂનથી ધીરેથી ઉડી હતી. શૂન્ય-ઉત્સર્જન કેપ્સ્યુલ સવાર મુસાફરને રોમાંચક અને આરામ આપે છે. આ સ્પેશ પર્સપેક્ટિવની ઉડાન અને ઉતરાણની ગતિ 12 માઇલ/કલાકની હશે. 30 KMની ઉંચાઈએ પહોંચવામાં લગભગ બે કલાક લાગે છે. ટેક ઓફ દરમિયાન સવાર મુસાફર દરેક દિશામાં 450 માઇલ દૂર સુધી જોઈ શકશે. આ સાથે બહામાસથી મેક્સિકોના અખાત સુધીનો સંપૂર્ણ ફ્લોરિડા દ્વીપકલ્પ પણ જોઇ શકાશે.

English summary
There are also many people in the world who go to any lengths to make their wedding memorable. You may have heard of airplanes, destination weddings and underwater weddings, but have you ever seen a wedding in space? Soon the Florida company Space Perspective is going to make this dream of the people come true. The couple's wedding will take place inside a capsule carried by a space balloon the size of a football stadium. By 2024, the capsule will float 100,000 feet (19 miles) above sea level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X