લગ્ન સાથે જોડાયેલી આ અજીબ પરંપરાઓ વિશે તમે નહીં જાણતા હોય

દુનિયાના ઘણા ભાગોમાં એવી પંરપરાઓ છે જે સાંભળીને નવાઈ લાગે. આ પરંપરાઓ તેઓ વર્ષોથી ચલાવતા આવ્યા છે.

લગ્નને લઈને દુનિયાના વિવિધ દેશોમાં અલગ-અલગ પરંપરાઓ છે. ભારત જેવા વિવિધતા ધરાવતા દેશોમાં એક જ દેશમાં અનેક પરંપરાઓ પ્રવર્તે છે. વિશ્વમાં ઘણી પ્રજાતિઓ તેની પંરપરાઓને કારણે ઓળખાય છે. આ જે આપણે દુનિયાની કેટલીક આવી જ પરંપરાઓ વિશે જાણવાના છીએ. આ પરંપરાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

અહીં લગ્નના એક મહિના પહેલા જ દુલ્હનને રડવુ પડે છે

અહીં લગ્નના એક મહિના પહેલા જ દુલ્હનને રડવુ પડે છે

ચીન તેની વિવિધતા માટે જાણીતો દેશ છે. ચીનમાં જ એક તુજીયા સમુદાય જોવા મળે છે. આ સમુદાયની મહિલાઓને લગ્નમાં નહીં પરંતુ લગ્ન પહેલાના એક મહિના પહેલા દુલ્હનને રોજ એક કલાક રડવુ પડે છે.

અહીં જોડીને એંઠુ ખાવાનું અપાય છે.

અહીં જોડીને એંઠુ ખાવાનું અપાય છે.

ફ્રાન્સમાં એક અનોખી પ્રથા અસ્તિત્વમાં છે. અહીં નવપરિણીત કપલને વધેલો એંઠો ખોરાક આપવામાં આવે છે. સુહાગરાત માટે કપલને ઉર્જા આપવા માટે આવુ કરાય છે. જો કે હવે સમય સાથે પ્રથાઓ બદલાઈ રહી છે.

અહીં ત્રણ દિવસ બાથરૂમ જવાની મનાઈ છે

અહીં ત્રણ દિવસ બાથરૂમ જવાની મનાઈ છે

ઈન્ડોનેશિયામાં બોર્નિયોમાં એક સમુદાય તેની વિચિત્ર પ્રથા માટે જાણીતો છે. અહીં જોવા મળતા ટીડોંગ સમયુદાયમાં નવપરિણીત યુગલને ત્રણ દિવસ સુધી બાથરૂમ જવા દેવામાં આવતું નથી. એટલુ જ નહીં તેના પર નજર પણ રાખવામાં આવે છે.

અહીં કન્યાની કિંમત પર ચર્ચા થાય છે

અહીં કન્યાની કિંમત પર ચર્ચા થાય છે

લગ્નએ યુગલ માટે આમ તો આનંદનો દિવસ હોય છે પરંતુ કોંગોમાં આવું નથી. કોંગોમાં લગ્ન માત્ર પ્રેમ નથી. અહીં લગ્ન એક ગંભીર મામલો છે અને અહીંં બે પરિવારો કન્યાની કિંમત માટે ચર્ચા કરે છે અને પ્રાણીઓની અદલાબદલી કરે છે.

પિતા પુત્રીના ચહેરા પર થુકે છે

પિતા પુત્રીના ચહેરા પર થુકે છે

કેન્યાના મસાઈ લોકોમાં પણ એક વિચિત્ર પ્રથા જોવા મળે છે. અહીં પિતા પુત્રીના માથા અને સ્તનો પર થૂંકે છે. આ પછી કન્યા તેના પતિ સાથે જાય છે. તેને સલાહ આપવામાં આવે છે કે તે પાછું વળીને ન જુઓ. માન્યતા છે કે તે પાછી ફરીને જોશે તો પથ્થર થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X