ઝિમ્બાબ્વેમાં તખ્તાપલટની પૂરી તૈયારી, રાષ્ટ્રપતિ અને તેમની પત્નીની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

ઝિમ્બાબ્વેમાં રાજકીય વિવાદો વચ્ચે સેનાએ રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબે અને તેમની પત્નીની ધરપકડ કરી હતી. સેનાએ બુધવારે સરકારી મીડિયા પર કબજો કર્યા પછી તુરંત બાદ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને કસ્ટડીમાં લઇ લીધા હતા. જો કે, તેમણે તખ્તા પલટની વાત નકારી હતી. ઝિમ્બાબ્વેમાં મંગળવારે રાત્રે જ સરકારી મીડિયા હાઉસને સેના દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. ત્યારથી, સેના તખ્તો પલટવાની યોજના બનાવી રહી હોવાની વાતો વહેતી થઇ હતી. સેનાએ સરકારી ટીવી મીડિયા દ્વારા નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, આ તખ્તાપલટો નથી.

World

જો કે, સતત બદલાતી પરિસ્થિતિઓને કારણે લાગી રહ્યું છે કે, સેના ઝિમ્બાબ્વેની સત્તા પોતાના હાથમાં લેવાની યોજના બનાવી રહી છે. સેના તરફથી હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી કે, તેમણે રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને ક્યાં કસ્ટડીમાં મુક્યા છે. મંગળવાર રાતથી ઝિમ્બાબ્વેની સેના રાજધાની હરારેમાં ટેંકો સાથે જોવા મળી રહી હતી. ઝિમ્બાબ્વેના લોકોને પણ લાગી રહ્યું છે કે, સેના તખ્તો પલટવાની યોજના બનાવી રહી છે. આથી જ કેટલાક રસ્તાઓ અને સરકારી કાર્યાલયોની બહાર મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ઝિમ્બાબ્વેની આ રાજકીય ચળવળને ધ્યાનમાં રાખતા બ્રિટન સહિત અનેક દેશોએ પોતાના નાગરિકોને ઘરમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. બ્રિટન તરફથી તેમના નાગરિકોને ઝિમ્બાબ્વેની રાજકારણીય અસ્થિરતાથી પોતાને દૂર રાખવાની સલાહ આપવામાં આવી છે.

English summary
Zimbabwe: Military attempt to coup, President Robert Mugabe and his wife arrested.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.