એક વર્ષમાં ગુજરાતની બેંકોમાં NRIઓએ જમા કરાવ્યા 5870 કરોડ
NRIs in Gujarat: જૂન 2024-25ના સ્ટેટ લેવલ બેકર્સ કમિટી (SLBC)ના ત્રિમાસિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગુજરાતની બેંકોમાં બિન-નિવાસી ભારતીયો (NRI) થાપણો વધીને રૂપિયા 93,096.04 કરોડ (રૂપિયા 93 હજાર કરોડથી વધુ) સામે એક વર્ષ પહેલા 87,225.87 કરોડ (રૂપિયા 87,000 કરોડથી વધુ) રકમ જમા કરવી છે.
NRIઓએ ગુજરાતની બેંકોને એક જ વર્ષમાં 5870 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. વર્ષ દરમિયાન NRI થાપણોમાં સૌથી વધુ 1675.34 કરોડનો વધારો વડોદરામાં નોંધાયો હતો, ત્યારબાદ અમદાવાદ, કચ્છ, આણંદ અને સુરતનો નંબર આવે છે.

કુલ સંખ્યાના સંદર્ભમાં, અમદાવાદની બેંકોમાં સૌથી વધુ થાપણો કરવામાં આવી છે, જે રૂપિયા 20,000 કરોડ, ત્યાર બાદ કચ્છમાં રૂપિયા 15,000 કરોડ, વડોદરા રૂપિયા 14,900 કરોડ, આણંદ રૂપિયા 8,000 કરોડ અને સુરત રૂપિયા 6700 કરોડ સાથે મોખરે છે.
ગાંધીનગર, ભરૂચ, મોરબી, તાપી અને બનાસકાંઠા જિલ્લામાં NRI થાપણોમાં ઘટાડો થયો છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લામાં NRI થાપણોમાં વધારો થયો છે, જ્યારે 11 જિલ્લામાં ઘટાડો થયો છે.












Click it and Unblock the Notifications
