સાઉદી અરબમાં પાંચ ભારતીયોને જીવતા દાટી દિધા

Posted By:
Subscribe to Oneindia News

રિયાદ, 3 માર્ચ: સાઉદી અરેબિયામાં એક કેસમાં ત્રણ લોકોએ કોર્ટમાં કબૂલ કર્યું કે તેમણે 2010માં એક ખેતરમાં પાંચ ભારતીય મજૂરોને યાતના આપી હતી અને પછી જીવતા દફન કરી દિધા હતા

અરબ ન્યૂઝના એક અહેવાલ અનુસાર કતીફ જનરલ કોર્ટમાં ત્રણ લોકોએ બુધવારે આ વાત સ્વિકારી હતી. એશિયાઇ મજૂરોની સડેલી લાશ તાજેતરમાં જ સાઉદી અરબ સ્થિત પૂર્વી પ્રાંતના કતીફમાં સફવાના એક ખેતરમાંથી મળી આવી હતી. આ બધાના મોત 2010માં થયા હોવાનું કહેવામાં આવે છે. આ હત્યાઓના મુદ્દે હવે અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કોર્ટમાં ઘટનાક્રમની જાણકારી આપતાં ગુનેગારોમાંથી એકે ચાર વર્ષ જુની આ ઘટના વિશે કહ્યું હતું કે તે દારૂ અને નશીલા દવાઓનું કરતાં એક મિત્રની સાથે ફરતો હતો ત્યારે તેની ઉપર રાત્રે લગભગ 10 વાગે એક અન્ય મિત્રનો ફોન આવ્યો જેણે તાત્કાલિક ખેતર પર આવવા માટે કહ્યું.

saudi-arabia

આ વ્યક્તિએ કોર્ટને જણાવ્યું હતું કે 'જ્યારે અમે ખેતર પર પહોંચ્યા, અમે પાંચ મજૂરો જોયા જેમના હાથ સીટ સાથે બાંધેલા હતા. જ્યારે મારા સાથેના મિત્રએ પૂછ્યું કે તેમને કેમ બાંધવામાં આવ્યા છે તો મેજબાન મિત્રએ કહ્યું કે આમાંથી એકે તેના પ્રાયોજકની પુત્રી અને અન્ય મહિલાઓ સાથે યૌન ઉત્પીડન કર્યું.'

ત્યારબાદ તેણે કહ્યું કે અમે લોકોએ તેમન ઓળખપત્રોની સાથે જ જીવતા દાટી દિધા. સવારે નમાજનો સમય હોવાના લીધે હું અને મારો મિત્ર ખેતરમાંથી જતા રહ્યાં જ્યારે મેજબાન મિત્ર એકલો ત્યાં હતો. અલી હબીબ નામના એક વ્યક્તિને આ વિસ્તારના ખોદકામ દરમિયાન પીડિતોના કંકાળ મળ્યા છે.

English summary
Three men have confessed in a court in Saudi Arabia that they buried alive five Asian workers, believed to be Indians, on a farm four years ago, a media report said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.