રિયાધમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગીતા મહોત્સવનું આયોજન કરાયુ

રિયાદમાં ભારતીય દૂતાવાસે ગીતા મહોત્સવ – એક સંગીતમય પ્રસ્તુતિનું ભવ્ય આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ પ્રવાસી પરિચય 2025 શ્રૃંખલાના સમાપન અવસરે યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ભગવદ્ ગીતાના શાશ્વત ઉપદેશો અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ વારસાને સમર્પિત હતો.

કાર્યક્રમની શરૂઆત વિદેશ રાજ્ય મંત્રી, માનનીય શ્રી કીર્તિ વર્ધન સિંહના વિડિયો શુભેચ્છા સંદેશથી થઈ હતી. આ પ્રસંગે રિયાદની વૈદેહી નૃત્ય વિદ્યાલયની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ પ્રસ્તુતિમાં સંગીત, નૃત્ય અને અભિનય દ્વારા કર્તવ્ય, નિઃસ્વાર્થ કર્મ અને આધ્યાત્મિક સંતુલન જેવા ગીતાના શાશ્વત સંદેશાઓને જીવંત રીતે વ્યક્ત કરવામાં આવ્યા. દર્શકોએ આ પ્રસ્તુતિની ઊંડાઈ, કલાત્મકતા અને ભાવનાત્મક અસરની ખૂબ પ્રશંસા કરી.

ભારતના રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને તેમના સંબોધનમાં જણાવ્યું કે ગીતા મહોત્સવ ભારતીય દૂતાવાસનો એક પ્રયાસ છે, જે પ્રવાસી ભારતીય સમુદાયને ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસત સાથે જોડનારા સાંસ્કૃતિક બંધનોને મજબૂત કરે છે.

તેમણે ઉમેર્યું કે આ આયોજન સદ્ભાવ, કર્તવ્ય અને નિઃસ્વાર્થ કર્મ જેવા સાર્વભૌમિક મૂલ્યો પર ચિંતન કરવાની તક પૂરી પાડે છે, જેનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યો છે. રાજદૂત ડૉ. ખાને એમ પણ જણાવ્યું કે રિયાદમાં યોજાયેલો આ ગીતા મહોત્સવ, હરિયાણાના કુરુક્ષેત્રમાં આ જ મહિનાના અંતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવની ભાવનાને અનુરૂપ છે.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત શ્રીમતી પ્રતિભા પ્રહલાદની ઉપસ્થિતિ રહી હતી. પ્રવાસી પરિચય શ્રૃંખલા, જે અંતર્ગત આ આયોજન સંપન્ન થયું તે ભારતીય દૂતાવાસ દ્વારા વર્ષ 2023 માં શરૂ કરાયેલ એક મુખ્ય સાંસ્કૃતિક પહેલ છે.

આ પહેલનો ઉદ્દેશ્ય સાઉદી અરબમાં ભારતીય સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા ભારતની સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક પરંપરાઓનો પ્રસાર અને સંવર્ધન કરવાનો છે. ગીતા મહોત્સવ – એક સંગીતમય પ્રસ્તુતિ આ દૃષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ રહ્યું, જેમાં કલા, ભક્તિ અને દર્શનનો સમન્વય એવા રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યો જે તમામ વયજૂથના દર્શકો માટે પ્રેરણાદાયક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ સાબિત થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X