એક એવો જીન જે તમારા મૃત્યુંનો સમય બતાવશે !

સંશોધનકર્તાઓએ જીનમાં એવા પરિવર્તનને ઓળખી કાઢ્યો છે જે એક જ સમય ઉઠનારાઓ અથવા આખી રાત જાગતા રહેનારા લોકોની સંખ્યાને પ્રભાવીત કરે છે. આ શોધમાં એ પણ પરિવર્તન મળી આવ્યું છે કે જેનાથી ખબર પડી શકે છે કે કોઇ વ્યક્તિનું મૃત્યું કયા દિવસે અને કયા સમયે થવાની વધારે શક્યતા છે.
આ શોધ મળી આવેલા આશ્રર્યજનક પરિણામોથી કામનો સમય બદલવાનો, દાકતરી સારવારની યોજના બનાવવાની અને નબળી સ્થિતી ધરાવતા દર્દીઓની સ્થિતીનો તપાસ કરવાનો સમય નક્કી કરી શકાય.
અધ્યનના પ્રમુખ લેખક એંડ્ર્યૂ લિમે કહ્યું હતું કે આપણી આંતરિક 'જૈવિક ઘડિયાળ' માનવીય જીવ વિજ્ઞાન અને વ્યવહારના ઘણા પક્ષોને નિયંત્રિત કરે છે. જેમાં ઉંઘવાનો સમય, સમજશક્તિ આધારિત પ્રદર્શનનો સમય અને કેટલાક અન્ય શારીરિક ક્રિયાઓના સમયનો સમાવેશ છે. આ આધાત અથવા હદયના હુમલા જેવી કેટલીક દાક્તરી સારવારનો સમય પણ સમાવેશ થાય છે.
હાવર્ડ મેડિકલ સ્કૂલનાં પ્રોફેસર સૈપરે એક નિવેદનમાં કહ્યું છે કે, "આભાસી રૂપથી તમામ શારિરીક ક્રિયાઓની એક મર્યાદા હોય છે. એટલે કે મૃત્યુનો પણ એક નિશ્ચીત સમય છે. માટે સામાન્ય જનસંખ્યામાં મોટાભાગનાં લોકોનાં મૃત્યું સવારનાં સમયે થાય છે. કેટલીક વાર આ સમય લગભગ સવારનાં ૧૧ વાગ્યાની આસપાસનો પણ રહે છે."












Click it and Unblock the Notifications
