For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી છોકરીએ US નેવીમાં સ્થાન મેળવી વધાર્યુ ગુજરાતનુ ગૌરવ

અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ યુએસ નેવીમાં સ્થાન મેળવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ યુએસ નેવીમાં સ્થાન મેળવ્યુ છે. ચીખલીના પાટીદાર સમાજની દીકરી નૈત્રી પટેલ મિસિસિપીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે નાના-નાનીના ઘરે ગઈ હતી. યુએસ નેવીમાં પસંદગી પામીને તેણે પાટીદાર સમાજ, સમગ્ર પંથક સહિત ગુજરાત રાજ્યનુ ગૌરવ વધાર્યુ છે.

naitri patel

ચીખલીના વાંઝણા ગામની વતની નૈત્રી પટેલ અમેરિકામાં મિસિસિપીમાં રહેતા પોતાના નાના-નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. તેણે પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવી જોઈન કરવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે યુએસ નેવીની ટ્રેનિંગ દુનિયાભરમાં સૌથી મુશ્કેલી ગણાય છે અને તેમાં પણ એક યુવતી હોવાના કારણે પરિવારને થોડી ચિંતા હતી. નૈત્રી પટેલે શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં 10 અઠવાડિયાની ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂક મેળવી છે. નૈત્રીની આ સફળતા પર અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.

તમને જણાવી દઈએ કે પાલડી અને બોપલની સ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ નીરવ અને ડોલીની દીકરી નૈત્રી પટેલ માતાપિતા સાથે 2015માં મિસિસિપીમાં કોલમ્બસમાં ગયા. નૈત્રીનુ સપનુ ફાઈટર પાયલટ બનવાનુ છે. પિતા નીરવે જણાવ્યુ કે અમારી દીકરી યુએસના આર્મ્ડ ફોર્સમાં કામ કરશે. એક છોકરી હોવા છતાં તેણે 10 અઠવાડિયાની ટ્રેનિંગ પૂરી કરી અને પસંદગી પામી. હવે તેની આગળની ટ્રેનિંગ શિકાગોમાં થશે. નૈત્રી હવે ઑફિસર બનવા માટે પ્રયત્ન કરશે. નૈત્રી ડિસેમ્બર 2020માં એક બૂટ કેમ્પ માટે પસંદગી પામી હતી અને ત્યારબાદ તેણે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી. તેણે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. ગુજરાતી પરિવાર તરીકે તેને આર્મ્ડ ફોર્સમાં મોકલવાનો નિર્ણય ખૂબ અઘરો રહ્યો પરંતુ તેણે પોતાની કાબેલિયત સાબિત કરી છે. નૈત્રીના પિતા કોલંબસમાં મોટેલ બિઝનેસ ચલાવે છે.

English summary
Gujarati girl become Gujarat's pride by getting a place in US Navy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X