દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં ગુજરાતના એક યુવકની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ યુવક ભરૂચ જિલ્લાના જંબુસરનો રહેવાસી હતો.

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં લૂંટ કરવાના ઇરાદે આવેલા લોકોએ ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરી હચી. ફોર્ડસબર્ગ ટાવરમાં લૂંટારુઓએ એક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ યુવકનું નામ જુબેર પટેલ છે. જે જંબુસરનો રહેવાસી છે. જવાન દિકરાનું વિદેશમાં અકાળે અવસાન થવાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

nri

આ ઘટનાની પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના જંબુસરમાં રહેતો ઝુબેર પટેલ ઉર્ફે ઝુબેર ડીગ નોકરીના સંદર્ભમાં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ ગયો હતો. અહીં તે ફોર્ડસબર્ગ ટાવર સ્થિત મોબાઈલ શોપમાં કામ કરતો હતો. સોમવારના રોજ લૂંટના ઈરાદે લૂંટારુઓ ફોર્ડસબર્ગ ટાવરમાં પ્રવેશ્યા હતા અને દુકાનદારો અને ગ્રાહકોને મારી નાખવાની ધમકી આપી હતી.

લૂંટારુઓ હથિયારો સાથે આવી પહોંચતા જ નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે લૂંટારાઓએ ગોળીબાર કર્યો હતો. લૂંટારુઓના ફાયરિંગમાં ઝુબેર પટેલને ગોળી વાગી અને ઈજા થઈ હતી. સ્થાનિક લોકો ઝુબેરને હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ જોહાન્સબર્ગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

જોહાન્સબર્ગમાં ગામના યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જંબુસર ગામ અને ઝુબેરનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર હુમલા બાદ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X