પહેલીવાર કોઇ ભારતીય બન્યું યુનિ. ઓફ કેલિફોર્નિયામાં ડીન

વોશિંગ્ટન, 2 જુલાઇઃ તુલનાત્મક સંવૈધાનિક કાયદાના વિશેષજ્ઞ સુજીત ચૌધરી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્કૂલ ઓફ લોમાં પહેલા મૂળ ભારતીય ડીન બની ગયા છે. દિલ્હીમાં જન્મેલા અને ટોરંટોમાં અભ્યાસ કરનારા સુજીત(44) ન્યુયોર્ક યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લોમાં સેસેલિયા ગોએટ્ઝ પ્રોફેસર અને તેના સેન્ટર ફોર કોંસ્ટીટ્યૂશનલ ટ્રાંજિશંસના સંસ્થાપક છે. બર્કલે સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લોના 12મા ડીનનાં રૂપમાં તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ સોમવારથી શરૂ થયો.

Indian-American-To-Become-Dean-Of-University-of-California
બર્કલેના કાર્યકારી કુલપતિ અને અધ્યક્ષ ક્લાઉડે સ્ટીલે સુઝીને એક વિદ્વાન પ્રાધ્યાપક અને પરામર્શદાતા ગણાવ્યા છે, જે વૈધાનિક રીતે ત્વરીત બદલાવના સમયે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સાથે તેને પ્રેરિત અને તેનું નેતૃત્વ કરશે. બર્લકે લો સ્કૂલની વાર્ષિક ટ્રાન્સ્ક્રિપ્ટ પત્રિકામાં આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં સુજીતે પોતાની નવી જવાબદારીઓને જીવનભરની અવસર ગણાવી છે. તેમણે કહ્યું કે, બર્કલે લોની વિશિષ્ટતા તેમની સંસ્કૃતિ છે. સુજીત સંયુક્ત રાષ્ટ્રના મેડિએશન રોસ્ટરના સભ્ય છે અને તેમણે વિશ્વ બેંક સંસ્થાનમાં સલાહકારના રૂપમાં પણ કામ કર્યું છે અને મિશ્ર, જોર્ડન, લીબિયા, ટ્યુનિશિયા, નેપાળ તથા શ્રીલંકામાં સંવૈધાનિક બદલાવમાં વિશેષજ્ઞની ભૂમિકા નિભાવી છે.

સુજીતે 2011માં ન્યુયોર્ક યુનિવર્સિટી લો પત્રિકામાં કહ્યું હતું કે તેમના પ્રવાસી ભારતીય માતા-પિતાએ વિદ્વાનોને તૈયાર કરવા માટે એક ઘર બનાવ્યું હતું. મારો આખો પરિવાર બુદ્ધિજીવ પ્રેરણાથી ભરેલો છે. અહી રેડિયો પર હંમેશા સીબીસીનો કાર્યક્રમ પ્રસારિત થાય છે, અમે દરરોજ અનેક સમાચાર પત્રો વાંચીએ છીએ. સુજીતના દિવંગત પિતા નંદા યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં અર્થશાસ્ત્ર ભણાવતા હતા, તેમના માતા ઉશી નર્સિંગની પ્રાદ્યાપિકા હતી.

સુજીતના 70 આલેક, પુસ્તકોના અધ્યાય અને રિપોર્ટ પ્રકાશિત થઇ ચૂક્યા છે. ન્યુયોર્ક વિશ્વિદ્યાલય સાથે જોડાતા પહેલા સુજીત યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં સહાયક ડીન હતા. વર્ષ 2011માં સાઉથ એશિયન બાર એસોસિએશન ઓફ ટોરેન્ટોમાં તેમણે પ્રેક્ટિશનર ઓફ ધ યરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X