For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર વર્ષે આ ભારતીય ડોક્ટર્સ યુએસમાં કરે છે, ફ્રી ચેકઅપ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 8 જુલાઇઃ ભારતીય મુળના અમેરિકન ડોક્ટર્સે બનાવવામાં આવેલા ધ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝીસિયન ઓફ ઇન્ડિયન ઓરીજીન(AAPI) દ્વારા એસોસિએશનના 32માં વાર્ષિક સમ્મેલન નિમિત્તે સાન એન્ટોનિયો, ટેક્સાસમાં વાર્ષિક કોમ્યુનિટી હેલ્થ ફેઇરનું આયોજન કર્યું હતું. નોંધનીય છેકે, આ એસોસિએશનએ યુએસનું સૌથી મોટું એસોસિએશન છે. જેની સાથે અંદાજે 100,000 જેટલા અમેરિકન ભારતીય ડોક્ટર્સ જોડાયેલા છે.

aapi-indian-american-doctors-nri
AAPIની કોમ્યુનિટી સર્વિસ કમિટી અને મેડિકલ મિશન દ્વારા ઓયોજીત નિશૂલ્ક મેડિકલ ચેક અપમાં ભાગ લેવા માટે રવિવારે સવારથી જ મોટી માત્રામાં ઘર વિહોણા લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતા અને પોતાનું ફ્રી મેડિકલ ચેક અપ કરાવ્યું હતું. દર વખતની જેમ એએપીઆઇ દ્વારા પોતાના નિયમો અનુસાર જે શહેરમાં આ પ્રકારના વાર્ષિક સમ્મેલનનું આયોજન કરવામાં આવે છે, તે શહેરના લોકોને નિશૂલ્ક મેડિકલ ચેક અપ કરી આપવામાં આવે છે, ગત રવિવારે પણ આ જ પ્રકારનું ચેક અપ એએપીઆઇએ યોજ્યું હતું.

હેવન ઓફ હોપ નામના આ હેલ્થ ફેઇરમાં ઘર વિહોણા લોકોના વિવિધ ચેક અપ અને ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં બ્લડ ટેસ્ટ, કોલેસ્ટ્રોલ, એચડીએલ, સુગર, હિમોગ્લોબિન તેમજ પ્રાથમિક સારવાર એ ફેઇરમાં હાજર રહેલા નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. એએપીઆઇના સભ્ય ડો. નિતિન શાહ અનુસાર પેથોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, પુલ્મોનોલોજીસ્ટ, બાળ રોગના ઇન્ટર્નિસ્ટ પણ હાજર હોય છે.

English summary
The American Association of Physicians of Indian Origin (AAPI, one of the largest ethnic organisations in the US representing some 100,000 Indian-American doctors, organized its annual community health fair in San Antonio, Texas, at the conclusion of its 32nd annual convention there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X