For Quick Alerts
For Daily Alerts
અમેરિકામાં ગુમ થયો ભારતીય વૈજ્ઞાનિક
કરીમનગર (આંધ્રપ્રદેશ): અમેરિકામાં એક ભારતીય વૈજ્ઞાનિક છેલ્લા એક વર્ષથી ગુમ થયેલ છે. વૈજ્ઞાનિકની માતાએ આ જાણકારી આપી. કરીમનગર જિલ્લાના મોરપલ્લી ગામની રહેનાર ઓર્રે મલ્લાવાએ જણાવ્યું કે તેમનો પુત્ર, ઓર્રે રામાસ્વામી, 20 વર્ષ પહેલા દિલ્હીમાં વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરતો હતો, અને બાદમાં તે અમેરિકા જતો રહ્યો હતો.
મલ્લાવાએ જણાવ્યું કે ગયા વર્ષે તેમના પુત્રએ અમેરિકાના ન્યૂ ઓરલિયન્સથી તેમને સંપર્ક કર્યો હતો, અને ત્યારબાદ તેમની તેમના પુત્ર સાથે વાત થઇ નથી. ડિસેમ્બર 2012માં તેમણે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદને મળીને પોતાના પુત્ર અંગેની ભાળ મેળવવાની વિનંતી કરી હતી.
ત્યારબાદ વિદેશ મંત્રાલયે સન ફ્રાંસિસ્કો સ્થિત ભારતીય મિશનને પત્ર લખીને તેની ખબર મેળવવા જણાવાયું. 28 ડિસેમ્બર 2012ના રોજ મોકલવામાં આવેલ આ પત્રમાં ઓર્રે રામાસ્વામી અંગેની જાણકારી મેળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે હજી સુધી તેની કોઇ ભાળ મેળવી શકાઇ નથી.