Indian Student In US : ટ્રમ્પના 11 લાખ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા આદેશ, જાણો આમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ?

Indian Student In US : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વિવાદાસ્પદ ને ચૌકાવનારા નિર્ણયો માટે કુખ્યાત છે. હવે અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહીને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર ઈમેલ દ્વારા વિઝા રદ થયાની જાણકારી આપી રહી છે.

Indian Student In US

અહેવાલો અનુસાર, અમેરિકન સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમનો F-1 વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને દેશ છોડી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, અત્યાર સુધી 327 કેસ સામે આવ્યા છે, જેમાંથી 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓ ભારતીય છે. ચીન બીજા ક્રમ પર છે, જ્યાંના આશરે 14% વિદ્યાર્થીઓ છે.

વિદેશી વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવીને અમેરિકાની સરકાર Catch and Revoke નામના AI આધારીત એપ્લિકેશનથી વિઝા રદ કરવાની પ્રક્રિયા ચલાવી રહી છે.

સમાચારો અનુસાર, જે વિદ્યાર્થીઓએ ઇઝરાયેલ વિરોધી અને પેલેસ્ટાઇન સમર્થક પોસ્ટ્સ સોશિયલ મીડિયામાં શેર કરી છે તેમના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટીની તુર્કી વિદ્યાર્થીઓના વિઝા રદ થયાના કેસ પણ નોંધાયા છે.

વિઝા રદ થવાના કારણે જો કોઇ વિદ્યાર્થી અમેરિકામાં રહેલો જોવા મળશે તો તેમના પર દંડ, હિરાસત અથવા ડિપોર્ટેશનની કાર્યવાહી પણ થઈ શકે છે. વિઝા રદ થનારાઓને એમ પણ જણાવાયું છે કે તેમને અન્ય ત્રીજા દેશમાં મોકલવામાં પણ આવી શકે છે.

Open Doors Report 2024 અનુસાર, વર્ષ 2023-24 દરમિયાન 3.32 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા, જે ગયા વર્ષ કરતાં 23% વધુ છે. તેમની મહત્તમ સંખ્યા F-1 વિઝા પર છે. એક અંદાજ પ્રમાણે, ભારતીય વિદ્યાર્થી દર વર્ષે 30,000 થી 70,000 ડોલર (એટલે કે ₹30થી ₹70 લાખ) ખર્ચ કરે છે.

ભારતના વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓને સ્થાનિક કાયદા અને વિઝા નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે કોઈપણ એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ જે તેમના વિઝા માટે જોખમ ઊભું કરે. ભારત સરકારે આ મામલે મદદ માટે દૂતાવાસોમાં તૈનાતી પણ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X