NRI યુવકો સાથે લગ્ન કરીને પસ્તાઈ રહી છે યુવતીઓ, રિપોર્ટમાં ખુલાસો
ભારતમાં આજે પણ યુવતીઓના માતા-પિતા દિકરીને વિદેશમાં પરણાવવાની ઈચ્છા રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આવા મોટાભાગના માતાપિતાને પસ્તાવાનો વારો આવે છે.
હાલમાં જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક રિપોર્ટમાં ચૌકાવનારો ખુલાસો કર્યો છે. મંત્રાલયના NRI સેલને 2022 માં 400 થી વધુ ફરિયાદો મળી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ફરિયાદોમાં ઘરેલુ હિંસા, પાસપોર્ટ જપ્ત કરવા, છોડી દેવા, દહેજની માંગણી અને બાળકની કસ્ટડી જેવા વિવાદોના કેસ હતા.
જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં જ 109 ફરિયાદો મળી હતી. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં વધારાની 372 ફરિયાદો નોંધાઈ હતી. NRI સેલ ભારત અને વિદેશમાં NRI લગ્નો સંબંધિત બાબતો મુદ્દે કામ કરે છે.
આવા કેસોને ઉકેલવા રાષ્ટ્રીય મહિલા આયોગ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને વિદેશ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય સાથે મળીને કામ કરે છે. NCW એ NRI ને સંડોવતા લગ્ન સંબંધિત વિવાદોના નિરાકરણ માટે લગભગ 3,500 પત્રો જારી છે.
NRI લગ્નમાં હિંસા અને વિવાદોનો સામનો કરતી મહિલાઓને મદદ કરવા વિદેશમાં ભારતીય રાજદ્વારી મિશનમાં વન સ્ટોપ કેન્દ્રો અને સમર્પિત હેલ્પલાઈન સ્થાપવાની યોજનાઓ બનાવાઈ છે. આ પહેલ હાલની મહિલા અને બાળ વિકાસ યોજનાઓ પર આધારિત છે. UAE, બહેરીન, કતર, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સિંગાપોર અને કેનેડામા આની સૌથી વધુ જરૂર પડી રહી છે.












Click it and Unblock the Notifications
