For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિમાન દુર્ઘટનામાં અમારુ બચવું ચમત્કારઃ ભારતીય યાત્રી

|
Google Oneindia Gujarati News

crash
સેન ફ્રાન્સિસ્કો, 7 જુલાઇઃ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો હવાઇ મથક દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં સવાર ભારતીય યાત્રી વેદપાલ સિંહનું કહેવું છે કે દુર્ઘટના પહેલા કોઇપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી.

સેન ફ્રાન્સિસ્કો હવાઇ મથક રનવે પર શુક્રવારે વિમાનને લેન્ડિગ કરતી વખતે આગ લાગી ગઇ હતી. વિમાનમાં 307 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોના મોત થયા છે અને 181 ઇજાગ્રસ્ત થઇ ગયા. વેદપાલ સિંહે એ ઘટનાને યાદ કરતા કહ્યું છે કે, આ ચમત્કાર છે કે અમે જીવીત બચી ગયા.

તેમણે કહ્યું કે, અમે જાણી ગયા કે કોઇ અનહોની થઇ ગઇ છે, પરંતુ પાઇલોટ કે ચાલક દળના બીજા સભ્યોએ પહેલાથી કોઇ ચેતવણી આપવામાં આવી નહોતી. વેદપાલ સિંહ વિમાનના મધ્યભાગમાં પોતાના પરિવાર સાથે બેસેલા હતા. તેમના ગળા નજીકનું હાડકું તૂટી ગયુ તથા શરીરના બીજા ભાગમાં મામૂલી ઇજા પહોંચી છે.

English summary
Vedpal Singh, an Indian who was on board the ill-fated flight of South Korea's Asiana Airlines and miraculously survived along with his family, has said that there was no forewarning before the plane crashed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X