ઓસ્ટ્રેલિયા: ભારતીય મૂળના ડૉક્ટર વિરૂદ્ધ કેસ દાખલ

62 વર્ષીય જયંત પટેલ વિરૂદ્ધ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન જયંત પટેલ કોર્ટમાં હાજર ન હતા. એએપીના રિપોર્ટ અનુસાર જયંત પટેલ પર 2004માં 65 વર્ષીય ઇયાન વોવલની સર્જરી દરમિયાન જરૂરિયાત વિના તેનું નળી દૂર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ફરિયાદી પક્ષના વકીલ ડેવિડ મેરેડિથે બ્રિસબેન જિલા કોર્ટમાં જયંત પટેલ વિરૂદ્ધ તહોમતનામું રજૂ કર્યું હતું. આ કેસની સુનાવણી સપ્ટેમ્બરના અંતમાં થશે અને તે ત્રણ અઠવાડિયા સુધી ચાલે તેવી સંભાવના છે. એક અન્ય મુદ્દે કોર્ટમા6 13 માર્ચના રોજ જયંત પટેલના રોજ મેર્વિન મોરિસની હત્યાના આરોપથી મુક્ત કરવામાં આવ્યા હતા. જયંત પટેલે મોરિસની કિડનીમાંથી રક્તસ્ત્રાવની સારવાર માટે તેના આંતરડાના ભાગને દૂર કર્યો હતો, ત્યારબાદ ત્રણ અઠવાડિયા બાદ 14 જૂન 2003ના રોજ તેનું મોત નિપજ્યું હતું.












Click it and Unblock the Notifications
