For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંસા કેસ: સિંગાપોરે 52 ભારતીય નાગરિકોને પાછા મોકલ્યા

|
Google Oneindia Gujarati News

સિંગાપોર, 20 ડિસેમ્બર: સિંગાપોર 8 ડિસેમ્બરના રોજ ફાટી નીકળેલી હિંસામાં સંડોવાયેલા 52 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા મોકલવાની કવાયત શરૂ કરી દીધી છે. ચાળીસ વર્ષોમાં આવો પહેલો કિસ્સો છે જેમાં વિદેશમાં ભારતીયો દ્વારા આવી હિંસા સર્જાઇ હોય અને તેના કારણે તેમને ભારત પાછા મોકવામાં આવ્યા હોય.

સમાચાર પત્ર સ્ટ્રેટ ટાઇમ્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ગઠિત તપાસ સમિતિએ લિટલ ઇન્ડિયા વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલે 16 લોકો સાથે પૂછપરછ કરી છે.

એક માર્ગ દૂર્ઘટનામાં ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું ત્યારબાદ અત્રે હિંસા ફાટી નીકળી હતી. જેને દેશના 40 વર્ષોના ઇતિહાસમાં સૌથી ભયાનક હિંસા માનવામાં આવી રહી છે.

singapore
અખબાર અનુસાર, સ્વદેશ પરત ખદેડાઇ રહેલા 53 લોકો પર હિંસામાં સંડોવણી હોવાનો આરોપ છે. આ હિંસામાં પોલીસ અધિકારીઓ સહિત હોમ ટીમના 39 અધિકારીઓ ઘાયલ થઇ ગયા હતા, અને સિંગાપુર નાગરિક રક્ષા દળ અને પોલીસના 25 વાહન ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા. તેમાં 52 ભારતીયો ઉપરાંત એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત 28 અન્ય ભારતીય નાગરિક પણ હિંસા ભડકાવવાના મામલામાં આરોપી છે, અને કોર્ટ સોમવારે આ મામલાની સુનવણી કરશે. વિદેશમંત્રીના શનુમુગમે જણાવ્યું કે 53 લોકોનું સ્વદેશ પાછા ફરવું હવે પ્રશાસનિકના બદલે ન્યાયિક મામલો બની ગયો છે.

English summary
Singapore on Friday started deporting 52 Indian nationals for their role in the December 8 riot, the city state's worst street violence in 40 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X