બ્રિટનમાં લાપતા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

સોવિક પોલ કોલકતાનો રહેવાસી હતો. માન્સેસ્ટર શહેરમાં એક નાઇટ ક્લબમાં નવા વર્ષની પૂર્વ સંઘ્યા પર જશ્ન મનાવતી વખતે મિત્રોથી અલગ પડી ગયો હતો અને ત્યારથી તે લાપતા હતો.
વિશેષ અધિકારીઓને કાલે સ્નાથિક સમયાનુસાર બે વાગ્યે સોવિકનો મૃતદેહ મળ્યો. સોવિક માન્ચેસ્ટર મેટ્રોપોલિયન યૂનિવર્સિટીમાં પ્રોડ્કટ ડિઝાઇનનો અભ્યાસ કરી રહ્યો હતો.
તે નવાવર્ષની પૂર્વ સંધ્યાએ રાત્રે અંદાજે 11 વાગ્યે છેલ્લીવાર જોવા મળ્યો હતો. બીજા દિવસે સવારે તેના એક સાથીએ તે લાપતા હોવાના સમાચાર આપ્યા હતા. સોવિક કેમ્બ્રિજ સ્ટ્રીટ સ્થિત કૈવેન્ડિશ હોલ્સમાં રહેતો હતો.
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે સોવિકના પરિવારને સૂચના આપવામાં આવી છે અને અધિકારી સતત તેના સંપર્કમાં છે. પોલીસે સોવિકના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે અને મદદનું આશ્વાસન આપ્યું છે.
જાસૂસી નિરીક્ષક કોલિનનું કહેવું છે કે દુઃખની આ ઘડીએ અમારી સંવેદનાઓ સોવિકના પરિવાર સાથે છે અને અમારા અધિકારી તેમની મદદ માટે હરસંભવ પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે સોવિકના મોતની આસપાસ કોઇ શંકાસ્પદ પરિસ્થિતિ જોવા મળતી નથી અને અમે મોતના કારણોની તપાસ કરી રહ્યાં છીએ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
