ન્યૂજર્સીના 54 વર્ષીય કેવલ પટેલ 40 લાખ ડૉલરની જન આરોગ્ય વીમા પૉલિસીમાં છેતરપિડીમાં દોષિત, એપ્રિલમાં સજા

ન્યૂયૉર્કઃ ભારતીય મૂળના અમેરિકન કેવલ પટેલને 40 લાખ ડૉલરથી વધુ રતકમની પલ્બિક હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમમાં છેતરપિંડી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ.

અમેરિકાના ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ન્યૂજર્સીના વેસ્ટ ન્યૂયૉર્કના 54 વર્ષીય ફાઈનાન્સિયલ એડવાઈઝર કેવલ પટેલ પર 7 ડિસેમ્બરે ઑનલાઈન છેતરપિંડી, હેલ્થ કેર ફ્રોડ અને મની લૉન્ડરિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

us police

કેવલ પટેલે ડ્રગ્સના માર્કેટિંગ માટે એબીસી હેલ્ધી લિવિંગ એલએલસી નામની કંપની બનાવી હતી. કેવલ પટેલ અને તેના સાગરિતોએ નેવાર્કમાં ક્લિનિક ચલાવતા ભારતીય મૂળના અમેરિકનનો સંપર્ક કર્યો હતો અને દર્દીઓને જેની જરુર ન હતી તેવી દવાઓ લખવા માટે તેમને સજાવ્યા હતા. તેના બદલામાં પટેલ અને તેમના સાગરિતોને કમિશન મળતુ હતુ.

અમુક સરકારી કર્મચારીઓ કે જેમની પાસે જીવન વીમો હતો, તેમની પાસેથી એક મહિનાના વિટામિન, સ્કાર ક્રીમ, પેઈન ક્રીમ, કામવાસના વધારતી ક્રીમ, એન્ટસિડ્સ વગેરે દવાઓના એક મહિનાના સ્ટોક પેટે હજારો ડૉલર વસૂલવામાં આવતા હતા. કેવલ પટેલે ગેરકાયદે રીતે પૈસા કમાવા દવા મેન્યુફેકચર્સ સાથે મળી દવાઓમાં બિનજરૃરી સામગ્રી ભેળવવાનું કાવતરુ પણ ઘડયું હતુ.

એટર્ની ફિલિપ આર શેલિંગરે જણાવ્યું હતું કે પટેલને અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ રૉબર્ટ બી કુગલેરની સામે ચાલેલી ૧૧ દિવસની સુનાવણીમાં પાંચ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને આગામી એપ્રિલમાં સજા સંભળાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X