ન્યૂયોર્ક સબવે ટ્રેકકાંડઃમહિલા પર ઘૃણાના કારણે હત્યાનો આરોપ

મહિલા પોલીસ સમક્ષ તેણે સ્વિકાર કર્યો છે કે તે હિન્દુઓ અને મુસલમાનોને નફરત કરે છે અને તેથી તેણે ભારતીયની રેલ ટ્રેક પરથી ધક્કો આપ્યો હતો. ક્વીંસની રહેનારી એરિકા મેનન્ડેઝ પર 46 વર્ષીય સુનંદો સેનની હત્યાના સંબંધમાં ઘૃણાના ગુન્હા હેઠળ ' સેકન્ડ ડિગ્રી મર્ડર'નો મામલો દાખલ કરવામાં આવ્યો છે.
ક્વીંસ જિલ્લાના અટોર્ની રિચર્ડ બ્રાઉને કહ્યું છે કે તેને કેસ ચલાવવા માટે ક્વીંસ અપરાધિક અદાલતમાં લાવવામાં આવશે. જો તે દોષી પૂરવાર થશે તો તેને વધુમાં વધુ 25 વર્ષથી લઇને આજીવન કેદની સજા ફટકારવામાં આવી શકે છે. ભારતીય પ્રવાસી સેન વર્ષોથી ક્વીંસમાં રહી રહ્યો હતો અને તેને તાજેતરમાં કોલંબિયા યૂનિવર્સિટી પાસે પ્રિન્ટિંગ અને કોપી કરવાનો વ્યાપાર શરૂ કર્યો હતો.
સેન સાથે એક નાના એપાર્ટમેન્ટમાં રહેતા તેમના સાથીઓએ જણાવ્યા પ્રમાણે, તેમના માતા-પિતા નથી અને તે અપરણિત હતો. પોલીસે સેનના મોત અંગે ભારતમાં તેના પરિવારજનોને સૂચિતકર્યા છે. મેનન્ડેઝને 27 ડિસેમ્બરની રાતે ક્વીંસ સ્ટેશન પર ટ્રેનનો રાહ કરી રહેલા સેનને ટ્રેન સામે ધક્કો મારી દીધો હતો. બ્રાઉનનું કહેવું છે કે સેનનું શરીર ટ્રેનના પહેલા ડબ્બા નીચે આવ્યુ અને જ્યાં સુધી ટ્રેન ઉભી રહેતી, ત્યાં સુધીમાં શરીર બીજા ડબ્બા નીચે આવી ગયું હતું.












Click it and Unblock the Notifications
