ભારતીયએ બનાવ્યો એક એવો રોબોટ જે જાતે જ વિચારશે
વોશિંગટન, 30 સપ્ટેમ્બરઃ અમેરિકામાં એક ભારતીય વૈજ્ઞાનિકે એક એવી સિસ્ટમનો વિકાસ કર્યો છે, જેનાથી રોબોટ હવે પોતાની રીતે સમજી વિચારીને કામ કરી શકશે. જેના કારણે ત્રુટિની સંભાવના ઓછામાં ઓછી રહી જશે. અમેરિકાની મિસુરી યુનિવર્સિટી સાથે જોડાયેલા ભારતીય મૂળના વૈજ્ઞાનિક ડો જગન્નાથ સારંગપાણીએ જે ફીડબેક સિસ્ટમ તૈયાર કરી છે, એ અનુસાર રોબોટ ન્યૂનતમ દેખરેખ હેઠળ પોતાનું કામ કરી શકે છે.

નોંધનીય છે કે, આ નવી શોધ બાદ વિકસિત રોબોટનો પ્રયોગ સુરક્ષા પ્રણાલી, ખનન અને દેખરેખમાં કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
