NRI News : અમેરિકા જતા સમયે 9 ગુજરાતીઓ ગુમ, જાણો શું છે સમગ્ર ઘટના

NRI News : ગુજરાતના 9 નગરિકો અમેરિકા જતા સમયે અચાનક ગાયબ થઇ ગયા હતા. ગુજરાત પોલીસે આ ઘટનામાં સાબરકાંઠા જિલ્લામાંથી એક ઇમિગ્રેશન એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બે મહિલાઓ સહિત નવ લોકો કેરેબિયન દેશો થઇને અમેરિકા જઇ રહ્યા હતા.

શું છે સમગ્ર ઘટના - સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મામલો એક મહિલાની ફરિયાદના આધારે સામે આવ્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો પતિ ભરત રબારી ફેબ્રુઆરીથી તેની સાથે વાત કરી શકતો નથી. તેને નેધરલેન્ડ અને કેરેબિયન દેશો મારફતે અમેરિકા મોકલવામાં આવ્યો હતો.

NRI News

ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે મહેસાણાના રહેવાસી એજન્ટ દિવ્યેશ ઉર્ફે જોની પટેલની ધરપકડ કરી હતી. આ માટે પોલીસે અન્ય એક એજન્ટ સામે પણ FIR નોંધી છે, જેનું નામ મહેન્દ્ર બળદેવભાઈ પટેલ છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું હતું કે, જોની પટેલે અમેરિકા મોકલેલા અન્ય આઠ વ્યક્તિઓ પણ ગુમ છે. આ નવ લોકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

સ્ટેશન ઈન્ચાર્જ વાઘેલાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મહેન્દ્ર પટેલ જગદીશ પટેલનો મોટો ભાઈ છે. જગદીશ પટેલ તેના બે બાળકો અને પત્ની સાથે ગયા વર્ષે ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા ગયો હતો.

જોનીએ ભરતને વચન આપ્યું હતું કે, તે તેને વર્ક પરમિટ પર અમેરિકા મોકલી શકે છે. આ માટે એજન્ટે 20 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા અને ત્યાં પહોંચીને બાકીની રકમ ચૂકવવાનું કહ્યું હતું.

ભરત જાન્યુઆરીમાં નેધરલેન્ડ પહોંચ્યો હતો. ફેબ્રુઆરીમાં પોર્ટ ઓફ સ્પેનથી ડોમિનિકા પહોંચ્યા હતા, પરંતુ 4 ફેબ્રુઆરી બાદ ભરત વિશે કંઈ જાણવા મળ્યું ન હતું. પરિવારજનોએ પણ અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતા, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.

અમે એજન્ટ જોનીને ઝડપી લીધો છે, તેની પૂછપરછ કરી અને પછી ખબર પડી કે ભારત સિવાય અન્ય આઠ લોકો પણ ગુમ છે. ઉલ્લેખનીય છે કે, ભરત વ્યવસાયે ખેડૂત છે. સાબરકાંઠાના એસપી વિશાલ કુમાર વાઘેલાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર પટેલની શોધ ચાલુ છે. પોલીસ સરકારની મદદથી નવ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X