NRI નર્સના પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો

તેમના પિતા બેન બારાબોઝા કહે છે કે, મારી પત્ની જેને હું ઘણો પ્રેમ કરતો હતો, તેના દુઃખદ નિધનના કારણે હું તબાહ થઇ ગયો છું.
નોંધનીય છે કે 46 વર્ષીય જેસિંથા સલદાન્હાનું શુક્રવારે લંડનની હોસ્પિટલમાં સંદિગ્ધ મોત નીપજ્યું હતું. તેમને બે બાળકો છે, જે પોતાની માતાના મોતથી ઘણા જ દુઃખી છે.
નોંધનીય છે કે, ચાર ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયન રેડિયો ચેનલના બે રેડિયો જોકીએ હોસ્પિટલમાં પોતાને એલીઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સ જણાવી ફોન કર્યો હતો. ત્યારે જેસિંથા નામની નર્સે કેટ મિડલટન સાથે જોડાયેલી તમામ જાણકારી આપી દીધી હતી. રેડિયો પર આ સારી વાતચીતનું પ્રસારણ કરવામાં આવ્યું.
આ ઘટનાના ત્રણ દિવસ પછી નર્સનું મોત નીપજ્યું હતું, આ મોતને આત્મહત્યા ગણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
