અમેરિકામાં શીખ પ્રોફેસર પર 'ઓસામા' કહી વંશીય હુમલો
ન્યૂ યોર્ક, 24 સપ્ટેમ્બર: કોલંબિયા યુનિવર્સિટીના એક શીખ પ્રોફેસર પર અમેરિકામાં કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હુમલો કરનારાઓ તેમને ઓસામા અને આતંકવાદી કહીને માર મારી રહ્યા હતા. પોલીસ આ કેસને વંશીય હુમલો માનીને તપાસ કરી રહી છે.
સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયર્સના પ્રોફેસર પ્રભજોત સિંહ શનિવાર રાત્રે ડિનર બાદ પોતાની પત્ની અને એક વર્ષના પુત્રને ઘરે મૂકીને ન્યૂયોર્કની પાસે હર્લેમમાં ચક્કર લગાવી રહ્યા હતા, આ દરમિયાન તેમની પર હુમલો થયો.

પ્રભજોતને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે અને તેઓ આ કેસની તપાસ કરી રહેલી ન્યૂયોર્ક પોલીસની ડિપાર્ટમેન્ટ ઓફ હેટ ક્રાઇમ ટાસ્ક ફોર્સના ઓફિસરો સાથે સંપર્કમાં છે. પ્રભજોત પર થયેલા હુમલા બાદ 'કાઉન્સિલ ઓન અમેરિકન ઇસ્લામિક રિલેશન્સ'ની ન્યૂયોર્ક બ્રાંચે રાજનૈતિક અને ધાર્મિક નેતાઓને પૂર્વાગ્રહોથી પ્રેરિત આ ક્રાઇમ વિરુદ્ધ બોલવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
