અમેરિકાએ ઈન્ડિયાનામાં ભારતીય વિદ્યાર્થી પર થયેલા ઘાતકી હુમલાને લઈને વ્યક્ત કર્યુ દુઃખ
વૉશિંગ્ટન ડીસીઃ સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારતીય વિદ્યાર્થી પર થયેલા હુમલા પર દુઃખ વ્યક્ત કર્યુ છે, ઈન્ડિયામાં હુમલા બાદ તેની સ્થિતિ ગંભીર છે. ઈન્ડિયાનાના એક જીમમાં ભારતીય વિદ્યાર્થી વરુણ રાજ પુચા પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વરુણને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે તે આ ચાલી રહેલા કેસ વિશે કોઈપણ પ્રશ્નો માટે સ્થાનિક કાયદા અમલીકરણનો સહારો લઈશુ.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ એએનઆઈને જણાવ્યુ કે, અમે ભારતીય સ્નાતક છાત્ર વરુણ રાજ પુચા પર થયેલા ક્રૂર હુમલાના રિપોર્ટથી ખૂબ પરેશાન છીએ, અમે તેની સંપૂર્ણપણે ઠીક થવાની આશા રાખીએ છીએ અને તે આ ચાલી રહેલા કેસ વિશે કોઈપણ પ્રશ્નો માટે સ્થાનિક કાયદા અમલીકરણનો સહારો લઈશુ.
તમને જણાવી દઈએ કે એક ભારતીય છાત્ર અને તેલંગાણાના મૂળ નિવાસી વરુણ રાજ પૂચાને ઈન્ડિયાનાની એક જિમમાં માથામાં ચાકુ મારી દેવામાં આવ્યુ હતુ. હાલમાં તે એક હૉસ્પિટલમાં આઈસીયુમાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ કરી રહી છે.
વરુણ રાજ પુચા કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. તેના પર હુમલો ત્યારે થયો જ્યારે તે રવિવારે સવારે એક જિમમાં ગયો હતો. ત્યાં હાજર જૉર્ડન એંડ્રેડે તેના પર ચાકૂથી હુમલો કર્યો હતો. હાલમાં તે જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે આરોપી પર હત્યાના પ્રયાસનો આરોપ છે. આરોપી એન્ડ્રેડને પોર્ટર સુપિરિયર કોર્ટના જજ જેફરી ક્લાઈમર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે તેણે પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.












Click it and Unblock the Notifications
