Video : બ્રિટનની સંસદમાં ભગતવગીતા પર હાથ રાખીને શપથ લેનારી શિવાની રાજા કોણ છે?

ઋષિ સુનકની પાર્ટીને હરાવીને લેબર પાર્ટીએ બ્રિટનની સત્તા પર કબ્જો કર્યો છે. આ સત્તા પરિવર્તન બાદ એક ભારતીય મહિલાની ખુબ ચર્ચા થઈ રહી છે.

ભારતીય મૂળની 29 વર્ષીય બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં શ્રીમદ ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા છે.

shivani raja

શિવાની રાજા એક ગુજરાતી બિઝનેસમેન છે. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેણીની જીત બાદ આ મતવિસ્તારમાં લેબર પાર્ટીનું 37 વર્ષનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે. તે ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી રહી હતી.

બ્રિટિશ સાંસદ તરીકે શપથ લીધા પછી શિવાનીએ તેના X હેન્ડલ પર લખ્યું કે, લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું સન્માનની વાત છે. હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાનાં શપથ લેવા બદલ મને ગીતા પર ગર્વ છે.

શિવાનીની જીતને લેસ્ટર સિટીના તાજેતરના ઈતિહાસ સાથે જોડવામાં આવી રહી છે, જ્યાં વર્ષ 2022માં ભારત-પાકિસ્તાન T20 એશિયા કપ મેચ બાદ ભારતીય હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી.

શિવાની રાજાને 14,526 વોટ મળ્યા અને લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને 10,100 વોટ મળ્યા. આ જીત એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લેસ્ટર ઈસ્ટ 1987 થી લેબર પાર્ટીનો ગઢ છે. શિવાનીની જીત 37 વર્ષમાં પ્રથમ વખત છે કે આ બેઠક પર કન્ઝર્વેટિવ ઉમેદવારની જીત થઈ છે.

આ વખતે યુકેની ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સંસદ સભ્યો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે. આ વખતે બ્રિટનની ચૂંટણીમાં વધુ એક રેકોર્ડ નોંધાયો છે.

હાઉસ ઓફ કોમન્સમાં આ પહેલીવાર 263 મહિલાઓએ ચૂંટણી જીતી છે, જે કુલ સંખ્યાના લગભગ 40 ટકા છે. તેમાંથી સૌથી વધુ 90 અશ્વેત સાંસદો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X