અમેરિકામાં રહેતા ભારતીયોને ટ્રમ્પ સરકારની ધમકી, એક ભુલ અને ઘર વાપસી…

અમેરિકામાં રહેતા ભારતીયોને ટ્રમ્પ સરકારની ધમકી, એક ભુલ અને ઘર વાપસી... અમેરિકામાં વસવાટ કરતી ભારતીય સમુદાય માટે એક મહત્વપૂર્ણ ચેતવણી બહાર પાડવામાં આવી છે. હાલમાં થયેલા એક ઘટનાક્રમ પછી અમેરિકી દૂતાવાસે ભારતીય યાત્રીઓ અને નિવાસી ભારતીયોને વિચારીને પગલાં લેવા સૂચવ્યું છે.

અમેરીકાના ઇલિનોઇસ રાજ્યના એક સ્ટોરમાં ભારતીય મહિલા સામે ચોરીનો આરોપ લાગ્યા બાદ દૂતાવાસે સોશિયલ મીડિયા દ્વારા એક એડવાઈઝરી જાહેર કરી છે.

Indians in the USA warned

મહિલા પર આશરે $1300 (અંદાજે 1 લાખ રૂપિયા) ના સામાનની ચોરી કરવાનો આરોપ છે. તે સાત કલાકથી વધુ સમય સ્ટોરમાં રહી હતી અને પછી પોલીસે ઝડપી હતી.

એડવાઈઝરીમાં દૂતાવાસે ચેતવણી આપી છે કે આ પ્રકારની નાની ભૂલ મોટું નુકસાન કરાવી શકે છે. વિઝા રદ્દ થવાની સાથે ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર પણ કડક પ્રતિબંધ લાગી શકે છે. ચોરી, છેતરપિંડી કે હિંસાત્મક ગુનાઓ કોઈ પણ વિદેશી માટે કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

દૂતાવાસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, એક નાની ભૂલ પણ તમારા માટે અમેરિકા છોડવાનો માર્ગ બનાવી શકે છે.

આ તાકીદ ખાસ કરીને એ કારણે અપાઈ છે કારણ કે અમેરિકામાં હાલમાં અંદાજે 55 લાખ જેટલા ભારતીયો વસે છે અને ભારતીય સમુદાય ખાસ પ્રતિષ્ઠિત છે.

ટ્રમ્પ પ્રશાસન સમયથી ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક વલણ અપનાવતું આવ્યું છે અને હવે વિદેશી નાગરિકો માટે નિયમો વધુ ચુસ્ત બન્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X