Wushu Championship 2025 જીત્યા બાદ કોન્સ્ટેબલ શિવાનીને હેડ કોન્સ્ટેબલ તરીકે મળ્યું પ્રમોશન
સરહદ સુરક્ષા દળ (BSF) ના કોન્સ્ટેબલ શિવાનીએ વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપ, 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર પાંચ મહિનાની સેવાકાળમાં જ હેડ કોન્સ્ટેબલનું પદ મેળવ્યું છે. બ્રાઝિલમાં આયોજિત 17મી વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપ, 2025માં શિવાનીએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) ની જરૂરી છૂટછાટો અને પરવાનગીઓ મેળવ્યા બાદ BSF દ્વારા તેમને 'આઉટ-ઓફ-ટર્ન' પ્રમોશન આપવામાં આવ્યું છે.
BSF કેમ્પ છાવલા ખાતે રેન્ક સેરેમની
શિવાનીની આ રેન્ક સેરેમની BSF કેમ્પ છાવલા ખાતે યોજવામાં આવી હતી. BSFના ડાયરેક્ટર જનરલ (DG) દલજીત સિંહ ચૌધરીએ પોતે આ સમારોહમાં હાજર રહીને શિવાનીને નવા પદની રેન્ક પહેરાવી હતી.

આ પ્રસંગે DG BSF દલજીત સિંહ ચૌધરીએ હેડ કોન્સ્ટેબલ શિવાનીને અભિનંદન આપ્યા હતા અને અન્ય BSF સ્પોર્ટસપર્સન્સને સંબોધતા જણાવ્યું હતું કે, શિવાનીની આ વિશેષ સિદ્ધિ અને 'આઉટ-ઓફ-ટર્ન' પ્રમોશન અન્ય લોકો માટે પણ એક ઉદાહરણરૂપ છે, જેમને તેના પગલે ચાલવા માટે પ્રેરણા મળશે.

નોંધનીય છે કે આ પહેલાં, જુલાઈ 2025માં BSFના સેન્ટ્રલ વુશુ ટીમના કોન્સ્ટેબલ અનૂજને પણ એપ્રિલ 2025માં ચીનમાં યોજાયેલી 10મી સાન્દા વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 'આઉટ-ઓફ-ટર્ન' પ્રમોશન આપવામાં આવ્યું હતું.













Click it and Unblock the Notifications
